દિલ્હીના ટ્રાન્સજેન્ડર ડો.વિરાજ બર્ધનના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
પોતે સ્ત્રી હોવા છતાં પુરૃષ વિરાજ નામથી પાસપોર્ટ અને આધાર કાર્ડ કઇ રીતે અને કોની પાસે બનાવ્યા તેની તપાસ થશે
વડોદરા : મહિલા સાથે જાતિ છુપાવી લગ્ન કરનાર દિલ્હીના ડો.વિરાજ બર્ધનની ગોત્રી પોલીસે શનિવારે ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.
પોલીસે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ કારણેો રજૂ કર્યા હતા કે હજુ વિરાજ ઉર્ફ વિજયેતાના મેડિકલ ચકાસણી અધુરી છે એટલે તેની કસ્ટડી જરૃર છે આ ઉપરાંત વિરાજ અન્ય મહિલાઓ સાથે પણ પોતાની લીંગ જાતી છુપાવીને લગ્ન કર્યા હોવાની માહિતી મળી છે તો કેટલી મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે તેની જાણકારી મેળવવાની છે. ડો.વિરાજ પોતે સ્ત્રી હોવા છતાં તેણે પુરૃષ જાતી અને પુરૃષ નામ વિરાજ તરીકેના પાસપોર્ટ, આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યા છે તો તે કોણે બનાવી આપ્યા અને ક્યા ડોક્યૂમેન્ટના આધારે બન્યા છે તેની માહિતી મેળવવાની છે માટે રિમાન્ડની જરૃર છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાની મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ દિલ્હીના ડો.વિરાજ બર્ધનનો સંપર્ક થયો હતો જે બાદ વિરાજ અને વડોદરાની મહિલાએ લગ્ન કર્યા હતા લગ્નના છ વર્ષ બાદ મહિલાને જાણ થઇ હતી કે પોતે જેને પુરૃષ સમજે છે તે વિરાજ હકિકતે મહિલા છે અને તેનું નામ વિજયેતા છે. જે બાદ મહિલાએ વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.