Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના 2132 મકાનોના ફોર્મની પ્રક્રિયા આજથી ઓનલાઇન ચાલુ

Updated: Oct 22nd, 2022

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના 2132 મકાનોના ફોર્મની પ્રક્રિયા આજથી ઓનલાઇન ચાલુ 1 - image


- ગયા વર્ષે ફોર્મ વિતરણ વખતે ભારે ઘસારો થતાં અને લાંબી લાઈનો લાગતા પોલીસને બોલાવી પડી હતી 

- ઓનલાઇન ફોર્મ પ્રક્રિયા બે મહિના ચાલુ રહેશે 

- સૌથી વધુ કલાલીમાં 1900 મકાન છે

વડોદરા,તા.22 ઓક્ટોબર 2022,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.ડબલ્યુ.એસના મકાનો અંગેના ફોર્મનું વિતરણ ગયા વર્ષે શરૂ કરવામાં આવતા લોકોએ ફોર્મ લેવા માટે ભારે ધસારો કર્યો હતો અને હોબાળો મચી જતા છેવટે કોર્પોરેશનએ ફોર્મ ની પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, અને આજથી ઓનલાઇન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ગઈકાલે કોર્પોરેશનના સમારોહમાં વડોદરાના મેયરએ જાહેરાત કરી હતી કે તારીખ 22 થી ઓનલાઇન ફોર્મની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે  ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્પોરેશન દ્વારા રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફીસ ખાતેથી ફોર્મનું વિતરણ શરૂ કરતાં બહાર લોકોએ સવારના સાત વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. એ વખતે કોર્પોરેશનને એવી જાહેરાત કરી હતી કે લોકોનો પ્રતિસાદ જોતાં જરૂર પડશે તો વધુ ફોર્મ પણ છાપવામાં આવશે. તે સમયે કોર્પોરેશને 2132 મકાનો માટે આશરે બાર હજાર ફોર્મ છપાવ્યા હતા. જેમાં ઘસારો વધી જતા ટોકન સિસ્ટમ શરૂ કરી હતી, પરંતુ છેવટે કોર્પોરેશન એ નક્કી કર્યું હતું કે ફોર્મનું વિતરણ ઓનલાઈન હાથ ધરવું. ઓનલાઇન ફોર્મ પ્રક્રિયા માટે કોર્પોરેશને ઘણી જહેમત ઉઠાવી છે, ત્યારબાદ આ શક્ય બન્યું છે. જોકે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં ઘણો વિલંબ પણ થયો છે. ઇ.ડબલ્યુ.એસના હરણીમાં 58, સુભાનપુરામાં 74, ગોત્રીમાં 100 અને કલાલીમાં 1900 મકાન છે. આમ, કુલ 2132 મકાનો માટે ઓનલાઇન ફોર્મની કાર્યવાહી આશરે બે મહિના સુધી ચાલશે.

Tags :