કલોલના નાસ્મેદ ખાતેથી વિદેશી દારૃની બોટલો ઝડપાઈ
ગાંધીનગર,તા.27 રવિવાર 2020
ગાંધીનગર
શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડધામ કરી રહી છે
ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લવાતા દારૃ ઉપર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નાસ્મેદથી થોળ
જતાં રોડ ઉપર રેલ્વે ટ્રેક સામે બળીયાદેવ મંદિરની નજીકમાં એક ઈસમ વિદેશી દારૃની
બોટલ સાથે ઉભો છે જેથી પોલીસ ટીમે દરોડો કરીને જગદીશજી મેલાજી ઠાકો રહે.ગરબાવાળો
વાસ,નાસ્મેદ
મુળ રહે. હાજીપુર બહુચરમાનો વાસ કલોલ હોવાનું જણાયું હતું. પોલીસે જગદીશજી પાસેથી
વિદેશી દારૃની બે બોટલો કબ્જે કરી હતી. આ દારૃ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો
હતો તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે. હાલ પોલીસે ૬૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે
કરી પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે.