Get The App

ઓમિક્રોન વેરિયન્ટથી ફફડાટ , અમદાવાદમાં આઠ વર્ષની બાળકી સહીત ઓમિક્રોનના નવા પાંચ કેસ

કોંગોથી આવેલા મકરબાની એક મહિલા,૮ વર્ષની બાળકી ઉપરાંત થલતેજ,મણિનગર અને નવરંગપુરાના દર્દીના રિપોર્ટ પોઝિટિવ

Updated: Dec 22nd, 2021

GS TEAM


Google News
Google News
ઓમિક્રોન વેરિયન્ટથી ફફડાટ , અમદાવાદમાં આઠ વર્ષની બાળકી સહીત ઓમિક્રોનના નવા પાંચ કેસ 1 - image


અમદાવાદ,બુધવાર,22 ડીસેમ્બર,2021

અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટના બુધવારે એક જ દિવસમાં નવા પાંચ કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.કોંગોથી આવેલા મકરબાની એક મહિલા ઉપરાંત આઠ વર્ષની બાળકી ઉપરાંત થલતેજ,મણિનગર અને નવરંગપુરાનાં પાંચ દર્દીઓના  ઓમિક્રોન વેરિયન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ સાત પેશન્ટ સારવાર હેઠળ છે.ઓમિક્રોન સંક્રમિત થયેલા પેશન્ટના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કવોરન્ટાઈન કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છ.દરમ્યાન ગુજરાતમાં ઓમિક્રોનની સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા હવે ૨૩ ઉપર પહોંચી છે.

અમદાવાદ એરપોર્ટ ઉપર વિવિધ ફલાઈટ દ્વારા હાઈ રીસ્ક કન્ટ્રી અને અધર કન્ટ્રીથી આવતા પેસેન્જરોના કોવિડ ટેસ્ટ મ્યુનિસિપલ કરવામાં આવી રહ્યા છે.દરમ્યાન શંકાસ્પદ લાગતા સેમ્પલને જિનમ સિકવન્સ માટે મોકલવામાં આવતા હોય છે.શહેરમાં બુધવારે એક જ દિવસમાં ઓમિક્રોનના નવા પાંચ કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. થોડા સમય પહેલા કોંગોથી આવેલા મકરબાના ૩૨ વર્ષના મહિલા તથા આઠ વર્ષની બાળકીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઉપરાંત દુબઈથી આવેલા થલતેજના ૩૯ વર્ષના એક મહિલા ઉપરાંત ટાન્ઝાનિયાથી આવેલા મણિનગરના ૪૨ વર્ષના પુરુષ તથા યુ.કે.થી આવેલા નવરંગપુરાના ૪૦ વર્ષના મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.આ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોનું કોન્ટેકટ ટ્રેસીંગ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરી દેવામાં આવ્યુ છે.આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ સાત કેસ અને રાજયમાં ઓમિક્રોનના કુલ ૨૩ કેસ નોંધાવા પામ્યા છે.

ગુજરાતમાં ઓમિક્રોનના કેસો

શહેર           કેસ

અમદાવાદ     ૦૭

જામનગર      ૦૩

વડોદરા       ૦૩

આણંદ          ૦૩

મહેસાણા        ૦૩

સુરત           ૦૨

ગાંધીનગર      ૦૧

રાજકોટ         ૦૧

Tags :