Get The App

વડોદરામાં રાવપુરા ટાવર પાસે ત્રણ માળની પાંચ દુકાનો આગમાં લપેટાઈ, વાહન વ્યવહાર બંધ

Updated: Jun 21st, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં રાવપુરા ટાવર પાસે ત્રણ માળની પાંચ દુકાનો આગમાં લપેટાઈ, વાહન વ્યવહાર બંધ 1 - image


Fire in Vadodara : વડોદરાના રાવપુરા મેઇન રોડ પર આવેલી ત્રણ માળની ચારથી પાંચ દુકાનો આગમાં લપેટા હતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. 

રાવપુરા મેઈન રોડ પર ટાવર સામે આવેલી એ રોય એન્ડ કંપનીની પાસેની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઉપરના માળ સુધી આગ ફેલાઈ હતી. આ સાથે બીજી પણ બે થી ત્રણ દુકાનો આગમાં લપેટાઈ ગઈ હતી. 

વડોદરામાં રાવપુરા ટાવર પાસે ત્રણ માળની પાંચ દુકાનો આગમાં લપેટાઈ, વાહન વ્યવહાર બંધ 2 - image

આગની પ્રચંડ જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા થી આગ કાબુમાં લેવા વહેલી સવારથી પાણી અને ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પાંચ કલાક પછી આગ કાબુમાં આવી ગઈ હતી પરંતુ હજી કુલિંગની કામગીરી ચાલુ છે. 

દવાના જથ્થાને કારણે આગ ઝડપભેર પ્રસરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીજ કંપનીની ટીમ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે,પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરાઈ છે.

વડોદરામાં રાવપુરા ટાવર પાસે ત્રણ માળની પાંચ દુકાનો આગમાં લપેટાઈ, વાહન વ્યવહાર બંધ 3 - image

ઉપરોક્ત બનાવને કારણે રાવપુરાથી સ્ટેશન અને જ્યુબિલિ બાગ તરફ જતો મેન રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોલીસે વૈકલ્પિક માર્ગ દ્વારા વાહન વ્યવહાર પૂર્વ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Tags :