Get The App

કોરોનાના પાંચ અને મ્યૂકોરમાઇકોસિસનો એક નવો કેસ

ડેન્ગ્યૂના ૩૩ અને ચિકનગુનિયાના ૨૯ નવા દર્દીઓ મળી આવ્યા

Updated: Oct 31st, 2021

GS TEAM

Google News
Google News
કોરોનાના  પાંચ અને  મ્યૂકોરમાઇકોસિસનો  એક નવો કેસ 1 - image

 વડોદરા,શહેરમાં ડેન્ગ્યૂ,ચિકનગુનિયા અને તાવના દર્દીઓ વધી રહ્યા છે.પાણીગેટ વિસ્તારમાં રહેતા .ચોવીસ કલાક દરમિયાન કોરોનાના પાંચ અને મ્યૂકોરમાઇકોસિસનો એક નવો પોઝિટિવ કેસ આવ્યો છે.

શહેરના હરણી,સંગમ ચાર રસ્તા,ગોત્રીરોડ,સિંધવાઇ માતારોડ,સમા અને વાસણારોડ પરથી કુલ ૨,૩૦૦ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.શહેરમાં કોરોનાના ૨૭ એક્ટિવ કેસ છે.જે પૈકી એક દર્દી ઓક્સિજનના સપોર્ટ પર છે.સારવાર લેતા બે દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી  રજા આપવામાં આવી છે.ચોવીસ કલાક દરમિયાન શહેરમાં મ્યૂકોરમાઇકોસિસનો એક નવો કેસ આવ્યો છે.હાલમાં સયાજીમાં મ્યૂકોરમાઇકોસિસના ૧૪ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

ચોવીસ કલાક દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના ૨૬,ચિકનગુનિયાના ૮,ઝાડાના ૨૯ અને તાવના ૭૦૨ નવા દર્દીઓ મળી આવ્યા છે.સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૭ અને ચિકનગુનિયાના નવા ૨૧ પોઝિટિવ કેસ આવ્યા છે.

Tags :