એમ.એસ.યુનિ.ના પ્રોફેસરને ડીવાઈઝીંગ થીયેટર માટે યુરોપિયન થીયેટર સ્કોલરશિપ મળી
સ્કોલરશિપ અંતર્ગત રોમાનિયામાં સંસ્કૃત અને ઈન્ડિયન ટ્રેડિશનલ થીયેટર વિશે લેક્ચર આપશે
વડોદરા, તા.30 જાન્યુઆરી 2020, ગુરુવાર
એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડ્રામા વિભાગના પ્રો.ડો.પ્રમોદ ચવાણને ડિવાઈઝીંગ થીયેટર માટે યુરોપિયન થીયેટર સ્કોલરશિપ મળી છે. ભારતમાં આ સ્કોલરશિપ મેળવનાર ડો.ચવાણ પ્રથમ વ્યક્તિ છે.
પ્રો.ચવાણે કહ્યું કે, પોસ્ટ મોડર્ન થીયેટરમાં યુરોપનું ખૂબ મોટું યોગદાન છે. તેઓ થીયેટર દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્કોલરશિપમાં આ વર્ષે વિવિધ દેશોના સાત લોકોની પસંદગી થઈ છે, જેમાં ભારતમાંથી હું છું. આ સ્કોલરશિપ અંતર્ગત રોમાનિયામાં ૯ ફેબુ્રઆરીથી ૩૧ માર્ચ સુધી નેશનલ થીયેટર ઓફ રોમાનિયાનું આયોજન કરાયું છે. જેમાં 'ધ કઝિન શેક્સપીયર' ની પ્રોડક્શન ટીમમાં હું કામ કરીને નાટકમાં યુરોપિયન સ્ટાઈલનો ઉપયોગ શીખીશ. ઉપરાંત ત્યાંના લોકોને સંસ્કૃત અને ઈન્ડિયન ટ્રેડિશનલ થીયેટર વિશે લેક્ચર પણ આપીશ.