આજે વિક્રમ સંવત ૨૦૭૮નું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ
-બપોરે ૧૨ઃ૪૮થી ગ્રહણનો પ્રારંભ
-આ ગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી સૂતક પાળવાની જરૃર નથી : જ્યોતિષી
અમદાવાદ,ગુરુવાર
વિક્રમ સંવત ૨૦૭૮માં
કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે
છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની
જરૃર નથી.
વિક્રમ સંવત ૨૦૭૮માં
કાર્તિક સુદ પૂર્ણિમાને ૧૯ નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ
સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતીય સમય મુજબ છાયાગ્રહણ સ્પર્શ
સવારે ૧૧ કલાક ૩૨ મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ બપોરે ૧૨ કલાક ૪૮ મિનિટ ૪૩ સેકન્ડ,
ગ્રહણ મધ્ય બપોરે ૨ કલાક ૩૨ મિનિટ ૫૫ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત બપોરે ૪ કલાક ૧૭ મિનિટ ૭
સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત સાંજે ૫ કલાક ૩૩ મિનિટ ૪૦ સેકન્ડ છે. ખંડગ્રાસ ગ્રહણની અવધિ
૩ કલાક ૨૮ મિનિટ ૨૪ સેકન્ડ જ્યારે છાયા ગ્રહણ અવધિ ૬ કલાક ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે.
ભારતના પૂર્વોત્તર
છેવાડાના અરૃણાચલ પ્રદેશના અમુક ભાગમાં લાલાશ રંગનો ચંદ્ર જોવા મળશે. જ્યોતિષીઓના મતે
આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટના ની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ
૨૦૨૨ માં પાંચ ગ્રહણ છે તેમ શરૃના ૪ ગ્રહણ
દેખાવાના નથી. પરંતુ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે, તે દેખાશે
અને એ વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે
દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આથક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના
છે. '