Get The App

વડોદરામાં સુભાનપુરાની શુભ રેસિડેન્સીના ફ્લેટમાં ગેસ સિલેન્ડર લીકેજ થી આગ : મોટી હોનારત ટળી

Updated: Dec 9th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં સુભાનપુરાની શુભ રેસિડેન્સીના ફ્લેટમાં ગેસ સિલેન્ડર લીકેજ થી આગ : મોટી હોનારત ટળી 1 - image

વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી શુભ રેસિડેન્સીના પહેલા માળે આજે ગેસ લીકેજના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી જઈ આગ કાબુમાં લેતા મોટી હોનારત થતા અટકી હતી.

સુભાનપુરા ઇન ઓર્બીટ મોલની પાછળ આવેલા શુભ રેસિડેન્સીના પહેલા માળે આવેલા ફ્લેટમાં રાંધણ ગેસના બોટલમાં લીકેજ થતા ધુમાડા નીકળતા રહીશો ફ્લેટની બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ સતત અડધો કલાક સુધી પાણી મારો કરી આગ બુજાવી હતી. સાથે સાથે સમયસર ગેસના બોટલને પણ ઘરની બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી જેથી ગેસ બોટલમાં ધડાકો થતો અટક્યો હતો અને મોટી હોનારત ટળી હતી.

Tags :