કાલુપુરામાં વૃક્ષમાં ૪૦ ફૂટ ઉંચે ફસાયેલા બગલાનું રેસક્યૂ,ટોળાં જામ્યા
વડોદરા,તા.18 જાન્યુઆરી,2020,શનિવાર
કાલુપુરા વિસ્તારમાં આજે સવારે ઘટાદાર વૃક્ષની ટોચે દોરોમાં ફસાયેલા બગલાને બચાવવા માટે અડધો કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી.
ઉત્તરાયણ બાદ વૃક્ષો અને તાર પર પતંગના દોરા ભેરવાયા હોવાથી પક્ષીઓ તેમાં ફસાઇ રહ્યા છે.ફાયર બ્રિગેડને ત્રણ દિવસમાં ત્રણ ડઝન જેટલા કોલ્સ મળ્યા છે.
આજે સવારે આજ રીતે ફતેપુરા કાલુપુરા વિસ્તારના એક વૃક્ષમાં દોરામાં ફસાઇ ગયેલો બગલો પીડાઇ રહ્યો હોવાથી બીજા પક્ષીઓ મોટેથી અવાજો કરી રહ્યા હતા.જેથી આસપાસના રહીશોનું ધ્યાન ગયું હતું.
દાંડિયાબજાર ફાયર બ્રિગેડને જાણ કરાતાં જવાનોએ ૪૦ ફૂટની ઉંચાઇએ ફસાયેલા બગલાને કાઢવા માટે વૃક્ષ પર ચડીને કામગીરી કરતાં લોકોના ટોળાં જામ્યા હતા.