Get The App

મુંબઇના કન્સલટન્ટને ધમકાવી રૃપિયા પડાવનાર કોન્સ્ટેબલ સામે તેના જ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ

ઇ-મેલથી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી પુરાવા મળતા જ ફરિયાદ દાખલ કરવાનો હુકમ

Updated: Dec 27th, 2020

GS TEAM


Google News
Google News

વડોદરા, તા. 27 ડિસેમ્બર, 2020, રવિવારમુંબઇના કન્સલટન્ટને ધમકાવી રૃપિયા પડાવનાર કોન્સ્ટેબલ સામે તેના જ પોલીસ સ્ટેશનમાં  ખંડણીનો ગુનો દાખલ 1 - image

મુંબઇથી કાર લઇને ઉદેપુર જતા કંપની કન્સલટન્ટને વડોદરા પોલીસના એક કોન્સ્ટેબલ અને તેના સાગરિતોએ પ્રોહિબિશનનો કેસ કરવાની ધમકી આપી ૨૦ હજાર રૃપિયા બળજબરીથી પડાવી લીધા હતા.તેમજ તેની કારમાંથી ગુગલ પિક્સલ ફોન,એપલ કંપનીની વોચ તેમજ રોકડા રૃપિયા ૧૮ હજાર પડાવી લીધા હતા.મુંબઇના યુવકે પોલીસ કમિશ્નરને ઇ-મેલથી  ફરિયાદ મોકલતા  પોલીસ કમિશ્નરે એ.સી.પી.ને તપાસ સોંપી હતી.તપાસના અંતે કોન્સ્ટેબલ સામે પુરાવા મળતા તેની સામે ખંડણી  અને ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી ઝડપી પાડવામાં આવ્યો છે.કોરોનાનો રિપોર્ટ આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવશે.કોન્સ્ટેબલ ને ગુનાઇત પ્રવૃત્તિમાં સાથ આપનાર તેના અન્ય ત્રણ સાગરિતોની પણ તપાસ શરૃ કરવામાં આવી છે.

મુંબઇના ભાંડુપમાં રહેતા અમિતકુમાર અરૃણકુમારે પોલીસને જણાવ્યું છે કે,હું ગત તા,૧૨મી નવેમ્બરે મારી કાર લઇને એકલો ઉદેપુર જવા માટે બપોરે ત્રણ વાગ્યે  નીકળ્યો હતો. મોડીરાત્રે બે વાગ્યે મારી તબિયત બગડતા અને હું  થાકી ગયો હોઈ વડોદરાની  કોઇ હોટલમાં રોકાઇને આરામ કરવાનુ વિચાર્યુ હતુ.કરજણ હાઇવે પાસે ટ્રાફિક જામ હોવાથી  મે ગુગલ મેપમાં બીજો રસ્તો શોધતા તે રસ્તા પર હુ કાર લઇને આગળ જતો હતો.ચાપડ ગામ થઇ આગળ રોડ  પર જતા ત્યા રસ્તામાં એક સ્કોર્પિયો કાર ઉભી હતી.અને ગાડીની બહાર બે વ્યક્તિઓ ઉભા હતા.તેંમણે ે મારી ગાડી રોકવા માટે ઇશારો કરતા મે  મારી ગાડી ઊભી રાખી હતી.તેમણે ે મારી ગાડી ચેક કરતા ગાડીમાંથી દારૃની બે બોટલ મળી આવી હતી.તેથી ખાનગી ડ્રેસ પહેરેલા બે વ્યક્તિઓએ પોલીસનો યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને ગલસર સાહેબ કરીને બોલાવ્યા હતા.આ પોલીસમેને આવીને કહ્યુ હતુ કે,આમને પોલીસ સ્ટેશન લઇ લો.જેથી પોલીસજવાન સ્કોર્પિયો કારમાં બેઠો હતો અને ખાનગી ડ્રેસવાળો વ્યક્તિ મારી સાથે કારમાં બેઠો હતો.

કાર એક સુમસામવાળી જગ્યાએ ઉભી રખાવી હતી.અને ખાનગી કપડા પહેરેલા વ્યક્તિએ મારી કાર ચેક કરી હતી.કારમાંથી દારૃની ખાલી ચાર બોટલ અને બે ભરેલી બોટલ મળી હતી.જેથી ,પોલીસવાળાએ મને એવુ કહીને ડરાવ્યો હતો કે,તમારી સામે કેસ કરવો પડશે.તે કેસ બાબતે મોટા સાહેબને વાત કરી છે.

જેથી તમારે ત્રણ દિવસ પોલીસ સ્ટેશન રહેવુ પડશે.આમાંથી બચવુ હોય તો ૨૦ હજાર રૃપિયા આપવા પડશે.મારા પર્સમાં એટલા બધા રૃપિયા  ન હોઈ પોલીસવાળાએ એવુ કીધુ કે,તમે એ.ટી.એમ.માંથી કાઢી આપો.તેઓ મને કારમાં બેસાડી એ.ટી.એમ. સેન્ટરમાં લઇ ગયા હતા

.જ્યાંથી મે ૧૦ હજાર રૃપિયા કાઢી આપ્યા હતા.પરંતુ,બીજુ ટ્રાન્ઝેક્શન નહી થતા તેઓ મને એક પેટ્રોલપંપ પર લઇ ગયા હતા.જ્યા કાર્ડ સ્વાઇપ કરીને મેં ૧૦ હજાર    રૃપિયા ચૂકવ્યા હતા.ત્યારબાદ તેઓએ મને જવા દીધો હતો.પણ મારી કારમાંથી દારૃની બોટલો કાઢી લીધી હતી.ઉદેપુર પહોંચીને મે મારી ગાડીમાં મૂકેલો સામાન ચેક કરતા તેમાંથી ગુગલ એક્સલ ફોન અને એપલ કંપનીની વોચ ગાયબ હતી.મે આ અંગે પોલીસવાળાને કોલ કરતા તેમણે આ બધી વસ્તુઓ લીધી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.ત્યારબાદ મે મુંબઇ આવીને આ અંગે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી.

 આ અરજીની તપાસ એ.સી.પી. એસ.બી.કુંપાવતને સોંપવામાં આવી હતી.તપાસ દરમિયાન સાંયોગિક  પુરાવા મળતા તે અંગે પોલીસ કમિશ્નરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

છેવટે પોલીસ કોન્સ્ટેબલ  આર.એસ.ગલ્સર અને તેના સાગરિતો વિરૃદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે કોન્સ્ટેબલ ને પકડી લઇ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.

પોલીસકમિશ્નરના આવા કડક પગલાથી લાંચિયા પોલીસ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કન્સલટન્ટ અને કોન્સ્ટેબલના  મોબાઇલ લોકેશન પણ મેચ થયા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર

એ.ટી.એમ.માંથી એક વખત ૧૦ હજાર રૃપિયા ઉપાડયા પછી બીજીવખત રૃપિયા ઉપડયા નહતં. ત્યારે કોન્સ્ટેબલના કહેવાથી એક બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે એકાઉન્ટમાં પણ રૃપિયા ટ્રાન્સફર નહી થતાં છેવટે પેટ્રોલપંપ પર જઇ કાર્ડ સ્વાઇપ કર્યું હતું.ફરિયાદની તપાસ દરમિયાન મુંબઇના કન્સલટન્ટ અને પોલીસ જવાનના મોબાઇલ ફોનના લોકેશન મેચ થયા હતાં. તેમજ જે પેટ્રોલપંપ પર કાર્ડ સ્વાઇપ કર્યું હતું. તેના ફ્લિપનું પણ પોલીસે નિવેદન લીધું હતું. જે પુરાવા ગુનો દાખલ કરવા માટે પૂરતા હોઇ છેવટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગલસર છેલ્લા ૧૧ વર્ષથી શહેર પોલીસમાં હતો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર

માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર મૂળ બનાસકાંઠાનો છે અને છેલ્લા ૧૧ વર્ષથી તે વડોદરા શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતો હતો. અગાઉ બાપોદ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં પણ તે ફરજ બજાવી ચૂક્યો છે. રમેશ ગલસર વિરૃધ્ધ અન્ય કોઇ આક્ષેપો ભૂતકાળમાં થયા છે કે કેમ? તેની પણ તપાસ શરૃ  કરવામાં આવી છે. વધૂમાં પોલીસ કોન્સ્ટેબલ સોશિયલ મિડીયામાં છવાયેલો રહેતો હતો. અવાર-નવાર પોતાની સારી કામગીરીથી પોસ્ટ ને ફેસબૂક પર અપલોડ કરતો હતો.

મુંબઇના કન્સલટન્ટ સાથે

હાઇ-વે પરના એક ફલેટમાં પોલીસ જવાને મીટિંગ કરી

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,રવિવાર

ગાડીમાંથી વોચ અને ફોન ગૂમ થઇ ગઇ હોવાની ખબર પડતા જ મુંબઇના કન્સલટન્ટે પોલીસ જવાન  આર.એલ.  ગલસરને કોલ કર્યો હતો. 

પોલીસ કોન્સ્ટેબલે તુમાખીથી કહ્યું, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરવાની છૂટ છે 

પરંતુ તેણે કોલ કટ કરી  વોટ્સએપ કોલ કર્યો હતો અને કન્સલટન્ટને રૃબરૃ મળવા બોલાવ્યા હતા. અમિતકુમાર ૧૮મી તારીખે ઉદેપુરથી પરત મુંબઇ જતી વખતે હાઇવે પરથી ફરી એ પોલીસ જવાનને કોલ કર્યો હતો. જેથી કોઇ  વ્યક્તિ તેને લેવા માટે આવ્યો હતો અને અમિતને એક ફલેટ પર લઇ ગયા હતા. ત્યાં અમિતે વોચ અને ફોન બાબતે પૂછતા પોલીસ જવાને એનો જવાબ આપ્યો હતો કે મારા માણસોએ કોઇ વસ્તુ લીધી નથી.  અમિતે હું ફરિયાદ કરીશ તેવુ કહેતા પોલીસ જવાને એવો જવાબ આપ્યો  હતો કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો. જેથી અમિત ત્યાંથી   નીકળીને મુંબઇ આવી ગયો હતો અને મુંબઇ પહોંચી પોલીસ કમિશનરને ઇ-મેલથી ફરિયાદ કરી હતી. 

Tags :