Get The App

RTE હેઠળ એડમિશન મેળવવા આવકનો ખોટો દાખલો આપતા FIR

Updated: Aug 24th, 2021

GS TEAM


Google News
Google News
RTE હેઠળ એડમિશન મેળવવા આવકનો ખોટો દાખલો આપતા FIR 1 - image


આરટીઈના દુરૂપયોગની પહેલી ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં 

વેજલપુરના નાગરિકે 4.11 લાખની આવકનું આઈટી રિટર્ન ભર્યું અને પુત્રીના એડમિશન માટે 1.50 લાખની આવક દર્શાવ્યાનું ભોપાળું પકડાયું

અમદાવાદ : સેટેલાઈટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં પુત્રીનું એડમિશન મેળવવા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની ઓનલાઈન પધૃધતિનો ખોટો ઉપયોગ કરી બનાવટી ડોક્યુમેન્ટસ આપનાર વાલી સામે ફરિયાદ નોંધાવાઈ છે. વેજલપુરમાં રહેતા નાગરિક સામે રિયાદ નોંધાવાઈ છે.

સમાજના દરેક વર્ગના લોકોને સમાન અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે આરટીઈ સિસ્ટમ લાગુ કરાઈ છે તેનો દુરૂપયોગ કરાયાની પહેલી પોલીસ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં જિલ્લા શિક્ષણાિધકારી કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેક્ટરે નોંધાવી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાિધકારી કચેરીમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ઈન્દુબહેન એમ. ચાવડાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વેજલપુરના રહીશ પ્રતિકભાઈ ગજજર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, જિલ્લા શિક્ષણાિધકારી કચેરી તરફથી મળેલા પત્ર સંદર્ભે વર્ષ 2020-21માં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવામાં થયેલી ગેરરીતિ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટસની તપાસણી કરતાં આનંદ નિકેતન સ્કૂલમાં વેજલપુરની મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ રમેશચંદ્ર ગજજરએ તેમની પુત્રીના પ્રવેશ માટે સરકારની ઓનલાઈન વેબસાઈટ ઉપર ડોક્યુમેન્ટસ જમા કર્યા હતા.

આરટીઈ એડમિશનની વેબસાઈટ ઉપર પ્રતિકભાઈ ગજ્જરે પોતાની આવકનું પ્રમાણપત્ર 1.50 લાખ રજૂ કર્યું હતું. જ્યારે, અરજદારે 4.11.566 રૂપિયાની આવક હોવાનું આઈ.ટી. રિટર્ન ફાઈલ કર્યું છે. આમ, સરકારમાં પોતાની વાર્ષિક આવક 1.50 લાખ જણાવી એડમીટ કાર્ડમાં પુરાવા ખરા હોવાની બાંહેધરી આપી દિકરીનું રાઈટ ટુ એજ્યુકેશન એજ્યુકેશન આધારે સેટેલાઈટની આનંદનિકેતન સ્કૂલમાં ધોરણ - 1માં એડમિશન મેળવ્યું હતું.

આ પ્રકારે ખોટી આવક અંગેનું કથન કરી આ અંગેનું એકરારનામુ રજૂ કરી સરકારને ખોટી માહિતી પૂરી પાડી બાળકનું એડમિશન લેવા માટે આરટીઈ અંતર્ગતના લાભો મેળવી છેતરપિંડી કરાયાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવાઈ છે. સેટેલાઈટ પી.આઈ. જે.બી. અગ્રાવતે જણાવ્યું કે, ફરિયાદ સાથે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણી પૂર્ણ થયે આરોપી સામે કાર્યવાહી કરાશે.

નોંધપાત્ર બાબત એ છે કે, સમાજના આિર્થક નબળા પરિવારના બાળકોને સારી સ્કૂલોમાં અભ્યાસ કરવા મળે તે હેતુથી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) સિસ્ટમ સરકારે લાગુ કરી છે. પસંદગીની શાળામાં એડમિશન મેળવવા માટે આરટીઈ એડમિશનમાં ખોટી ઓનલાઈન વિગતો રજૂ કરાયા અંગે કોઈ વાલી સામે ગુજરાતમાં પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શિક્ષણ મોંઘુદાટ: સંતાનો માટે ખાનગી સ્કૂલમાં એડમિશન મધ્યમ વર્ગ માટે મુશ્કેલ

સરકારની આરટીઈ યોજનાનો દુરૂપયોગ કરવા માટે બનાવટી ડોક્યુમેન્ટસ આપવા બદલ મધ્યમ વર્ગીય પરિવારના વાલી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિક્ષણ એટલું મોંઘુદાટ બન્યું છે કે, ખાનગી સ્કૂલમાં એડમિશન મેળવવું મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બન્યું છે. સરકારે લોકોપયોગી આરટીઈ યોજના તો જાહેર કરી છે પણ મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને સારી સ્કૂલમાં એડમિશન મળી રહે તેવી જોગવાઈ ન હોવાની ચર્ચા જાગી છે. એક દિકરીને સારી શાળામાં અભ્યાસની આશાએ આવકનું ખોટું પ્રમાણપત્ર આપનાર પિતા તો અત્યારે આરોપી બની ગયાં છે.

Tags :