સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મપીડિત બાળકીઓને આર્થિક સહાય અપાશે
આરોપીઓને સખત સજાની માંગણી ઉપરાંત
પીડિતાઓને રૂા. 4થી 7 લાખ સુધીની સહાય ચૂકવવા મહિલા અને બાળ આરોગ્યનો નિર્ણય
અમદાવાદ : તાજેતરમાં રાજ્યમાં સુરત અને ગાંધીનગર ખાતે નાની બાળકી પર થયેલા દુષ્કમ મામલે આર્થિક સહાય ચૂકવામાં આવશે, જેમાં દુષ્કર્મ પીડિત બાળકીઓને સહાય ચૂકવાશે રૂપિયા 4 થી 7 લાખ સુધીની ચુકવાશે સહાય રાજયમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે દિન પ્રતિદિન અનેક દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે, દુષ્કર્મમાં પીડિતા પરિવારજનોને આથક મદદ મળે તે માટે મહિલા અને બાળ આયોગ આગળ આવ્યું છે.
દુષ્કર્મ એ મહિલાઓ સાથે થતા ગુનાઓમાંનો સૌથી હિંસક ગુનો છે, જે તેને લાંબા ગાળામાં શારિરીક હાનિઓ જ નહીં, પરંતુ તેની વ્યક્તિગત અને સામાજિક સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા, તેનાં જીવન અને તેની આજીવિકાને પણ અસર કરે છે. દુષ્કર્મનો ભોગ બનેલ વ્યક્તિ માનસિક કપરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, જેનો ઉપચાર તેની સ્વાભિમાન પૂર્વકની અને અર્થપૂર્વકના જીવન માટે આવશ્યક છે.
આવા કેસમાં રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મ પીડિત પરિવારને આર્થિક સહાય ચુકવવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના મહિલા અને બાળ આયોગ વિભાગ પણ આ મામલે આગળ આવ્યું છે જેને લઈ હવે સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મ પીડિત બાળકીઓના પરિવારને આર્થિક સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત સહિત ગાંધીનગર ખાતે બાળકી પર થેયલા દુષ્કર્મ મામલે મહિલા બાળ આયોગે આરોપીઓને સમક્ષ સખત કાર્યવાહી માગ પોલીસ સમક્ષ તો કરી છે પરંતુ સાથો સાથ પીડિત બાળકીઓ પરિવારને 4થી7 લાખ રૂપિયાની સહાય ચુકવવાનો નિર્ણય કર્યોે છે. જેને લઈ ડિસ્ટ્રીક લીગલ સવસ ઓથોરિટીને પણ કામગીરી સોંપી દેવામાં આવી છે જેથી આગામી દિવસોમાં પીડિત પરિવાર ના સભ્યોને આર્થિક સહાયની રકમ મળી જશે.