મનોજકુમાર દાસ, અશ્વિનીકુમાર અને કમલ શાહના રેગ્યુલર પોસ્ટિંગ, અવંતિકાને જીઆઇડીબીનો ચાર્જ
ગાંધીનગર : ગુજરાત સરકારે દિવાળીના તહેવારો પહેલાં રાજ્યના 10 આઇએએસ ઓફિસરોની બદલી કરી છે જે પ્રમાણે મનોજ દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિક મુખ્યસચિવનું રેગ્યુલર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જ્યારે અશ્વિનીકુમારને રમતગમત, યુવક સેવા સાંસ્કૃતિક વિભાગમાં સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અવતિકા સિંઘને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ (જીઆઇડીબી)ના સીઇઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. એવી જ રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી પોસ્ટીંગની રાહ જોતાં કમલ શાહને એડીશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મનોજકુમાર દાસ, અશ્વિનીકુમાર અને કમલ શાહ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં સીએમઓ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા પરંતુ મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ નિયુક્ત થયા પછી ત્રણેય ઓફિસરોની બદલી કરવામાં આવી હતી.
બીજી તરફ નાણા વિભાગના સેક્રેટરી (ઇકોનોમિક્સ અફેર્સ) મિલિંદ તોરવણેને સેલ્સટેક્સ-જીએસટી કમિશનરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. આ પોસ્ટ પર નિયુક્ત થયેલા જેપી ગુપ્તાની નાણા વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે અને આ પોસ્ટ પર વધારાનો હવાલો ધરાવતા પંકજ જોશીને મુક્ત કરવામાં આવ્યા છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓ આ પ્રમાણે છે.
સીસી કોટક લિગલ મેટ્રોલોજીના કન્ટ્રોલર પદે નિયુક્ત
ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત વહીવટી સેવાના અધિકારી સીસી કોટકની નિયુક્તિ લિગલ મેટ્રોલોજીના કન્ટ્રોલર તરીકે કરવામાં આવી છે. તેઓ ગુજરાત વહીવટી સેવાના ક્લાસ-1 અધિકારી જેકે જેગોડા પાસે રહેલા વધારાના ચાર્જની જગ્યાએ નિયુક્ત થયાં છે.
|
અધિકારીનું નામ |
હાલની જગ્યા |
બદલીની જગ્યા |
|
મનોજ દાસ |
પોસ્ટીંગની રાહમાં |
એસીએસ, પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ |
|
સીવી સોમ |
એસીએસ, સ્પોર્ટ્સ, યુથ
એન્ડ કલ્ચરલ |
એસીએસ, નર્મદા અને પાણી પુરવઠો |
|
જેપી ગુપ્ત |
ચીફ કમિશનર ઓફ ટેસ્ટ ટેક્સ |
અગ્રસચિવ, નાણા વિભાગ |
|
અશ્વિનીકુમાર |
પોસ્ટીંગની રાહમાં |
સચિવ, સ્પોર્ટ્સ, યુથ
એન્ડ કલ્ચરલ |
|
|
|
(સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલનો |
|
|
|
વધારાનો હવાલો) |
|
મિલિંદ તોરવણે |
સેક્રેટરી, નાણાં (ઇકોનોમિક અફેર્સ) |
ટેક્સ કમિશનરનો વધારાનો હવાલો |
|
અવંતિકા સિંઘ |
સેક્રેટરી, સીએમઓ |
જીઆઇડીબીના સીઇઓનો વધારાનો હવાલો |
|
બીએ શાહ |
ડાયરેક્ટર, જેડા |
કલેક્ટર, બોટાદ |
|
એસ છાકછૂક |
એડિશનલ સેક્રેટરી, નાણા (બજેટ) |
ડાયરેક્ટર, જેડાનો વધારાનો હવાલો |
|
કમલ શાહ |
પોસ્ટીંગની રાહમાં |
એડીશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર |
|
તુષાર સુમેરા |
કલેક્ટર, બોટાદ |
કલેક્ટર, ભરૂચ |


