Gujarat

અમદાવાદથી દરરોજ 50% ફ્લાઇટ કેન્સલ, મુસાફરોને રિફંડ માટે હાલાકી

By GS Team
17 Jul 20203 mins read
This article was originally published on 17 Jul 2020
અમદાવાદથી દરરોજ 50% ફ્લાઇટ કેન્સલ, મુસાફરોને રિફંડ માટે હાલાકી

અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર

કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં ડોમેસ્ટિક એરલાઇન્સ શરૂ થયાને અઢી મહિના કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. પરંતુ હજુ પણ અમદાવાદ અવર-જવર કરતી દરરોજની અડધોઅડધ ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે. આ ઉપરાંત ફ્લાઇટ કેન્સલ થયા બાદ રીફંડ મેળવવામાં પણ મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અનેક એરલાઇન્સ હવે રીફંડ આપવાને સૃથાને 'ક્રેડિટ શેલ' આપી રહી છે અને તેની સામે પણ મુસાફરોમાં ભારે નારાજગી  છે. આ ઉપરાંત જે મુસાફરોએ આ વખતે ઉનાળાના વેકેશનમા વિદેશ જવા માટે જેમણે જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં ટિકિટ બૂક કરાવી હતી તેમને પણ હજુ સુધી અનેક એરલાઇન્સ દ્વારા રીફંડ આપવામાં આવેલું નથી. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસે કેર વર્તાવવાનું શરૂ કર્યું તે અગાઉ અમદાવાદ એરપોર્ટથી દરરોજની 220 ફ્લાઇટની અવર-જવર નોંધાતી હતી. પરંતુ હવે 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ ફરી શરૂ થઇ છે ત્યારથી પરિસિૃથતિ બદલાઇ ગઇ છે.

અમદાવાદ એરપોર્ટથી હાલ દરરોજની 65થી 70 ફ્લાઇટની અવર-જવર નોંધાય છે અને પૂરતા મુસાફરો નહીં મળવાને કારણે અનેક ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે. ઘણા કિસ્સાઓમાં તો મુસાફર એરપોર્ટ પર પહોંચે પછી ફ્લાઇટ કેન્સલ હોવાની જાણ થાય છે.

આ સિૃથતિમાં અનેક એરલાઇન્સ રીફંડ ચૂકવવામાં ઠાગાઠૈયા કરે છે અને તેના લીધે મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી જ હાલાકીનો સામનો કરનારા એક મુસાફરે જણાવ્યું કે, 'મારા અંગત સ્વજનનું અવસાન થયું હોવાથી મારે ફ્લાઇટથી બેંગાલુરૂ પહોંચવું હતું. પરંતુ ફ્લાઇટ અચાનક જ કેન્સલ કરી દેવાઇ.

હવે એરલાઇન્સ એમ કહે છે કે અમે તમને ક્રેડિટ શેલ આપીએ અને જેનાથી તમારે આગામી એક વર્ષમાં જ્યારે પણ બેેંગાલુરૂ જવું હોય તો જઇ શકો છો. પરંતુ બેંગાલુરૂમાં મારૂં તે સ્વર્ગસૃથ સ્વજન સિવાય અન્ય કોઇ છે જ નહીં એટલે હવે મારો ત્યાં જવાનો કોઇ મતલબ નથી. આ સિૃથતિમાં મને ક્રેડિટ શેલને સૃથાને રીફંડ મળવું જોઇએ પણ એરલાઇન્સ તેના માટે તૈયાર નથી. ' 

કેટલીક એરલાઇન્સ ક્રેડિટ શેલમાં પણ મુસાફરોને વધુ છેતરાવવું પડે તેવી સિૃથતિ સર્જાય છે. જેમકે, કોઇ મુસાફરે હૈદરાબાદ માટે રૂપિયા 5500ની વન-વે એર ટિકિટ ખરીદી છે.

હવે આ ફ્લાઇટ કેન્સલ થાય તો તેને રૂપિયા 5500ની ક્રેડિટ શેલ આપવામાં આવે છે. પરંતુ હવે તે મુસાફર ભવિષ્યમાં ક્રેડિટ શેલ દ્વારા એર ટિકિટ બૂક કરાવવા જાય અને  તે વખતે રૂપિયા 5500થી જે પણ વધારે એરફેર ચાલતું હોય તે વધારાની રકમ ચૂકવવી પડે છે.

આ પ્રકારની ક્રેડિટ શેલ સામે પણ મુસાફરોમાં નારાજગી છે.મુસાફરોનું માનવું છે કે એરલાઇન્સે જાતે જ ફ્લાઇટ કેન્સલ કરી હોવા છતાં અમારે રીફંડ માટે પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી જ સિૃથતિનો ઇન્ટરનેશનલ ફ્લાઇટના મુસાફરોને સામનો કરવો પડી રહ્યો છે. 

એક ટૂર ઓપરેટરે જણાવ્યું કે, 'ઉનાળાના વેકેશનમાં વિદેશ ફરવા જવા માટે અનેક લોકો ડિસેમ્બરથી જ બૂકિંગ કરાવી દેતા હોય છે. હવે આ મુસાફરોને રીફંડ આપવામાં પણ અનેક એરલાઇન્સ ઠાગાઠૈયા કરે છે. 

કેટલીક એરલાઇન્સ  15 મહિનામાં તો કેટલીક એરલાઇન્સ કેન્સલેશન ચાર્જના અમુક ટકા રકમ કાપીને 90 દિવસ બાદ રીફંડ ચૂકવવા કહે છે. કેટલીક એરલાઇન્સે તો આવા રીફંડ ચૂકવવામાંથી જાણે હાથ ઊંચા કરી દીધા છે.

ટિકિટ બૂક કરાવનારા મુસાફર ટૂર ઓપરેટર હોવાને નાતે અમારો સંપર્ક સાધે છે અને એરલાઇન્સ આ મુદ્દે પોતાની જવાબદારીમાંથીહાથ ખંખેરી રહી છે. ગુજરાતમાંથી જ અંદાજે રૂપિયા 500 કરોડની આ પ્રકારની રકમ રીફંડમાં અટવાયેલી હશે. '