Get The App

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં ભીષણ આગ : 18 ભડથું

Updated: May 1st, 2021

GS TEAM


Google News
Google News
ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં ભીષણ આગ : 18 ભડથું 1 - image


- ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે આગ વિકરાળ બની

- મધરાતે હોસ્પિટલના કોવિડ વોર્ડ ના આઇસીયુમાં શોર્ટસર્કિટથી અગ્નિ તાંડવ : મૃતકોમાં 16 દર્દી અને બે ટ્રેની નર્સ સામેલ

ભરૂચ : ભરૂચ-જંબુસર બાયપાસ પાસે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારની મધરાતે કોવિડ આઇસીયુ વોર્ડ માં શોર્ટ સર્કિટથી ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગના આ બનાવમાં ૧૬ દર્દીઓ અને હોસ્પિટલની બે ટ્રેની નર્સ સહિત કુલ ૧૮ જીવતા ભૂંજાઇ ગયાં હતાં. આગના આ બનાવથી મધરાતે ભારે અફરાતફરી સર્જાઇ હતી. આ બનાવ બનતા જ ફાયર ફાયટરો તાબડતોબ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કલાકોની જહેમતના અંતે આગ કાબૂમાં લીધી હતી. આગના આ બનાવથી આઇસીયુ વોર્ડ બળીને ખાખ થઇ ગયો હતો.

વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટિવ  દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે.

તા. ૩૦ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

વોર્ડમાં રહેલી ૧ નર્સે આગ ઓલવવાની કોશિશ કરી હતી પરંતું તે ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે જોતજોતામાં વિકરાળ બની હતી.

હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગે ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ૫થી ૬ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.તાબડતોબ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઘટનાને પગલે ૪૦ ઉપરાંત એમ્બ્યૂલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના ૧૨થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી હતી.

આ અગ્નિકાંડ માં વિવિધ તપાસ એજન્સી ઓએ તપાસ આરંભી  છે. ઘટનાની તપાસ માટે ખજીન્ , ઘય્ફભન્ , ફાયર સેફટીની ટીમ  સવાર થી જ તપાસમાં લાગી હતી. બીજી બાજુ સમગ્ર રાત્રી દરમિયાન વેલફેર હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદ , એબ્યુલન્સના સતત ગુંજતા સાયરનો બાદ સવારે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી . 

વોર્ડમાં લાગેલી આગે ગણતરીના સમયમાં જ બેડ પર જ વેન્ટિલેટર પર રહેલા ૧૪ દર્દીઓ, બાયપેપ પરના ૨ દર્દી અને ફરજ પર રહેલીર ટે્રની નર્સને જીવતા જ ભુંજી દીધા હતા. બળીને ભડથુ થયેલા ૨ મૃતદેહા સ્ટ્રેચર મૂકી હોસ્પિટલના  આગળના ભાગે લવાયા હતા. અન્ય વોર્ડમાં રહેલા કોરોનાના ૩૫ દર્દીઓને એક   રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સોમાં ભરૂચની સિવિલ, સેવાશ્રમ સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે જંબુસર, વાગરા અને આમોદની હોસ્પિટલોમાં પણ યુદ્ધના ધોરણે શિફ્ટ કરાયા હતા.

 ભરૂચ પાલિકા કે ચીફ ઓફિસર પાસે  હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ફાયર ર્શંભ માટે કોઈ અરજી કરાઈ ન હતી.વેલફેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા ૧૬ દર્દીઓ અને ૨ સ્ટાફ જીવતા જ આગમાં હોમાઈ જવાની ગોઝારી ઘટનામાં હોસ્પિટલ દ્વારા ઇમરજન્સીમાં ઉભા કરાયેલા ન્યુ કોવિડ સેન્ટરની ફાયર એન ઓસી જ   નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

આ હોનારતમાં રિજનલ ફાયર ઓફિસર દિપક મખીજાની એ કહ્યું છે કે, હોસ્પિટલ પાસે ફાયર એનઓસી  ન હતી. માત્ર વેલફેર હોસ્પિટલની આગળની મુખ્ય ઇમારતની ફાયર એનઓસી હતી. નવી બનેલી ઇમારતની પાછળની કોવિડ સેન્ટરની ફાયર એનઓસી ન હતી. આર એફ ઓ એજણાવ્યું હતું કે ,હોસ્પિટલના સત્તાધીશોએ ભરૂચ પાલિકા પાસે ફાયર એનઓસી માટે અરજી  કરી ન હતી, જે વિગત ફાયર સેફટી વિભાગ અને ચીફ ઓફિસર પાસેથી મળી હતી. આટલું ઓછું હોય તેમ હોસ્પિટલે કોવિડ સેન્ટર માટે લીધેલો વીજ પુરવઠો  હંગામી હોવાની હકીકત દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી બહાર આવી છે. હોસ્પિટલ માટે કામચલાઉ ટેમ્પરરી વીજ જોડાણ મેળવવામાં આવ્યું હતું.

એક ટ્રેની નર્સના આવતા મહિને લગ્ન હતા

આગની આ ગોઝારી ઘટનામાં બે ટ્રેની નર્સ પણ મોતનો કોળીયો બની ગઇછે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી માધવી મુકેશકુમાર પઢિયાર (રહેવાસી શક્તિનાથ) અને ફરીગા એમ ખાતુન (રહેવાસી અંક્લેશ્વર) એ આ દર્દનાક બનાવમાં જીવ ગયો છે. મળતી માહિતી મુજબ માધવી આવતા મહિનામાં લગ્ન સંસાર માંડવાની હતી. જો કે તેના પરિવાર સાથે વાત થઇ ન હોવાથી આ અંગે સત્તાવાર જાણકારી  પ્રાપ્ત થઇ નથી. કારકિર્દીના ઉંબરે ઉભેલી આ બે ટ્રેની નર્સની વિદાયથી સ્ટાફ સહિત મેડિકલ કોલેજનાં છાત્રાઓમાં ગમગીની પ્રસરી છે. સોશિયલ મીડિયા પર તેમના સહઅધ્યાયીઓ શ્રધ્ધાંજલિ પાઠવી દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.

પૂંઠા વાળા બેડ હોવાના કારણે આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું

વેલફેર હોસ્પિટલની પાછળ કોવિડ સેન્ટર ઉભુ કરાયું હતું.આ કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે મૂકવામાં આવેલા પૂઠાના હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.બેડ ઉપર ગાદલાઓ આગના તણખાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ શોકની લાગણી વ્યક્ત કરી

મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત

કોવિડ વિભાગમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડાક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાનહાનિનો ભોગ બનનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેલફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડાક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની સહાય આપશે તેવી જાહેરાત કરી  ભરૂચની વેલફેર હોસ્પિટલ કોરોનાની ગત વર્ષની શરૂઆતથી દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપી રહી છે. હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગ પાછળ આવેલી નવી ઇમારતમાં ૭૦ બેડ નો કોવિડ વિભાગ કાર્યરત કરાયો હતો.

સરકારે આપેલા વેન્ટિલેટર દ્વારા જ અગ્નિકાંડ સર્જાયો

ભરૂચમાં સરકારી વેન્ટિલેટર ડિફેક્ટીવ હોવાની ફરિયાદ કોંગ્રેસના આગેવાને જિલ્લા વહીવટીતંત્રને કરી છે વેલફેર હોસ્પિટલમાં સરકારના જ અપાયેલા વેન્ટિલેટર માંથી શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન તપાસ કરનાર અધિકારી લગાવી રહ્યા છે. સરકાર ગુજરાતમાં ૫૦૦ થી વધુ વેેન્ટિલેટર્સ પહોંચાડયા છે. અન્ય હોસ્પિટલમાં પણ આવી અગ્નિ કાંડની સ્થિતિ ન સર્જાય તે માટે સરકારે આપેલા વેન્ટિલેટરોની ઝીણવટ ભરી તપાસ થાય અને તાત્કાલિક ધોરણે ડિફેક્ટીવ વેન્ટિલેટરોને દૂર કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આ આગેવાન કરી  રહ્યા છે.

Tags :