કલોલના પૌરાણિક કપિલેશ્વર મહાદેવ મંદિરે પાવઠીનો પ્રસિદ્ધ મેળો યોજાશે
દર વર્ષે શ્રાવણની અમાસે યોજાતાં મેળામાં ગામે ગામથી ભક્તો
દર્શનાર્થે ઉમટી પડે છે તો સમગ્ર માસમાં મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજતું
રહ્યું
કલોલ:
કલોલના અઢાર સો વર્ષ પુરાણા ઐતિહાસિક કપિલેશ્વર મહાદેવ માં શ્રાવણ માસની અમાસે
પ્રતિવર્ષ પાવઠી નો પ્રસિદ્ધ મેળો યોજાય છે જેમાં ગામેગામથી લોકો દર્શનાર્થે ઉમટી
પડતા હોય છે અને દર્શન કરી મેળાનો આનંદ ઉઠાવતા હોય છે ત્યારે આવતીકાલે પાવતી નો
પ્રસિદ્ધ મેળો યોજાવાનો હોય તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે અને સરકાર
ની કોરોના ની ગાઈડલાઈન મુજબ દર્શન અને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
આ અંગે મળતી માહિતી પ્રમાણે કલોલના ઐતિહાસિક કપિલેશ્વર
મહાદેવ મંદિરે પ્રતિવર્ષ પાવઠી નો મેળો રંગેચંગે ઉજવાતો હોય છે ત્યારે આવતીકાલે પણ
મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કલોલમાં આવેલ કપિલેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ
છે જે અઢાર સો વર્ષ અગાઉ સ્વયંભૂ પ્રગટ થયું હતું ત્યારથી અહીં મહાદેવમાં શિવલિંગ
ની સેવા પૂજા કરવામાં આવી રહી છે શ્રાવણ માસ દરમિયાન અહીં શિવલિંગની પૂજા સાથે ચાર
પ્રહરની પૂજા તેમજ બપોરે વિશેષ પૂજા આરતી અને શણગાર કરવામાં આવે છે જેમાં ખૂબ જ
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્શન નો આનંદ લેતા હોય છે શ્રાવણ માસ દરમિયાન
શિવલિંગ ઉપર જુદા જુદા અભિષેક નું આયોજન કરવામાં આવે છે આખો શ્રાવણ માસ ભક્તો
શિવમય બનીને પૂજન અર્ચન કરે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાસના રોજ પાવઠી ના
મેળા તરીકે પ્રસિદ્ધ એવો મેળો યોજાય છે ત્યારે આવતીકાલે શ્રાવણ માસના છેલ્લા દિવસે
અમાસના રોજ પાવઠી નો પ્રસિધ્ મેળો યોજાવાનો છે જેને સ્વયંસેવકો દ્વારા તડામાર
તૈયારીઓ કરવામાં આવી છે સરકારની કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે મેળા અને દર્શનનું
આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ગામે ગામથી લોકો દર્શનાર્થે આવતા હોય છે
ત્યારબાદ મેળાનો આનંદ ઉઠાવતા હોય છે મેળામાં બાળકો માટે રમકડાં સહિતના જુદા-જુદા
સ્ટોલ તેમજ અનેક પ્રકારની ચકડોળ સહિત નાસ્તા તેમજ વિવિ પ્રકારના સ્ટોલો લાગતા હોય
છે અને ગામેગામથી આવેલી જનતા દર્શન કરીને મેળાનો આનંદ ઉઠાવે છે ત્યારે આવતીકાલે
પાવઠી પ્રસિદ્ધ મેળો યોજાવાનો છે.