Get The App

ક્રેડિટ-ડેબિટ કાર્ડ રાખે અને ડિજિટલ પેમેન્ટ ન કરે તો કાર્ડ બ્લૉક કરી દેવાશે

- રિઝર્વ બૅન્કનો નવો નિયમ 1લી ઓક્ટોબરથી અમલમાં

- નિયમને કારણે ડિજિટલ પેમેન્ટ ન કરનારાઓને પિન વિના રોજ2000 પેમેન્ટ કરવાની સુવિધા નહિ મળે

Updated: Oct 2nd, 2020

GS TEAM


Google News
Google News
ક્રેડિટ-ડેબિટ કાર્ડ રાખે અને ડિજિટલ પેમેન્ટ ન કરે તો કાર્ડ બ્લૉક કરી દેવાશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 2 ઓક્ટોબર, 2020, શુક્રવાર

ક્રેડિટ કાર્ડ અનેડેબિટ કાર્ડ રાખે, પરંતુ તેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ કરવા માટે ન કરે તો તેવા સંજોગોમાં તે કાર્ડધારકના ક્રેડિટ કાર્ડ થકી ટ્રાન્ઝેક્શન કરવાની પ્રોસેસને બંધ કે કેન્સલ કે પછી બ્લૉક કરી દેવામાં આવશે.

આ પગલું લેવામાં આવે તો ત્યારબાદ કાર્ડ ધારક તે કાર્ડની મદદથી કોઈ જ પેમેન્ટ કરી શકશે નહિ. આ કાર્ડને નવેસરથી ચાલુ કરાવવા માટે કાર્ડધારકે પોતાની બૅન્કનો સંપર્ક કરવો પડશે. બૅન્ક તેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાની, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવાની કે પછી ક્રેડિટ કે ડેબિટ કાર્ડની મદદથી કોન્ટેક્સ લૅસ ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવાની પ્રોસેસ કરી આપશે. 

નવા નિયમ મુજબ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ડિજિટલ પેમેન્ટ ન કરનારા કાર્ડ ધારકોને ત્યારબાદ પિન આપ્યા વિના જ રોજના રૂા. 2000 સુધીનું પેમેન્ટ કરવાની મળેલી છૂટ પણ પાછી ખેંચાઈ જશે. આ ટ્રાન્ઝેક્શનને કોન્ટેક્ટ લૅસ ટ્રાન્ઝેક્શન તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

પહેલી ઓક્ટોબરથી નવી ગાઈડલાઈનને અમલમાં મૂકી દેવામાં આવી છે.પહેલી ઓક્ટોબર 2020થી અમલમાં મૂકવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ બૅન્ક દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની મદદથી માત્ર એટીએમ અને પોઈન્ટ ઑફ સેલ પર જ સોદાઓ કરવા માટે ઉપયોગ કરી શકાશે.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વપરાશ પર મૂકવામાં આવી રહેલા અંકુશને પરિણામે ફ્રોડની સંખ્યામાં ઘટાડો થવાની ધારણા છે. આમ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોને રિઝર્વ બૅન્કે વધારાની સિક્યોરીટી પણ પૂરી પાડી છે. તેથી કાર્ડ ધારક અને બૅન્ક બંને માટે ડિજિટલ પેમેન્ટ વધુ સલામત બની જશે. 

તમામ બૅન્કોને તથા કાર્ડ ઇશ્યૂ કરવાની સત્તા ધરાવતી તમામ કંપનીઓને રિઝર્વ બૅન્કે જણાવી દીધું છે કે ભારતમાં કે ભારતની બહાર પેમેન્ટ કરવા માટે  ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કે કોન્ટેક્ટલૅસ ટ્રાન્ઝેક્શન કરવા માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો કાર્ડધારક દ્વારા ઉપયોગ જ ન કરવામાં આવતો હોય તો તેવા સંજોગોમાં તેનો કાર્ડ બ્લૉક કરી દેવાનો રહેશે. 

દેશમાં કે વિદેશમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરનારાઓના કાર્ડ જ બ્લૉક કરી દેવાના રહેશે. ત્યારબાદ બૅન્કનો સંપર્ક કાર્ડ હોલ્ડર કરે તે પછી જ તેના કાર્ડને ચાલુ કરવાના રહેશે. કાર્ડ ધારક તેનો ઉપયોગ કરવા માગે છે કે નહિ તેવો વિકલ્પ પણ પસંદ કરી શકશે. તેની સાથે જ તે કેટલી લિમિટ સુધી ખર્ચ કરવા માટે છે તેનો પણ અંદાજ આપવામાં આવશે. પ્રીપેઈડ કાર્ડનો કે ગિફ્ટ કાર્ડનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

Tags :