ગ્રામપંચાયતોથી માંડીને પાલિકાઓને ૩૦ માર્ચ ૨૦૨૦ સુધીમા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી લેવા આદેશ
દેશમાં શહેરથી લઇને ગામડાઓ સુધી માત્ર ૩૦ ટકા જ સુએઝ પ્લાન્ટ છે,જો પાલિકાઓ આદેશનું પાલન નહી કરે તો દર મહિને રૃ.પાંચ લાખનો દંડ થશે
વડોદરા,તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૦, શુક્રવાર
સુપ્રિમ કોર્ટે તા.૨૨ ફેબુ્રઆરી ૨૦૧૭ના રોજ આદેશ આપ્યો હતો કે ઉદ્યોગોનું અને ગટરનું ગંદુ પાણી નિયમ પ્રમાણે શુદ્ધ
કર્યા બાદ જ નદી, નાળા કે તળાવ જેવા જળાશયોમાં ઠાલવવું આ માટે દેશભરમાં ત્રણ મહિનાની અંદર ગ્રામ પંચાયતોથી
લઇને મેટ્રો સિટી સુધી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા. સુપ્રિમ કોર્ટના આ આદેશને એક મહિના પછી એટલે કે તા.૨૨
ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ ત્રણ વર્ષ પુરા થશે.
સ્થિતિ એવી છે કે આખા દેશમાં જરૃરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામે માત્ર ૩૦ ટકા જ હજુ સુધી બન્યા છે અને તે પણ
નિયમ મુજબ કામ કરતા નથી. મતલબ કે જેટલા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ છે તેમા પણ પાણી શુદ્ધ થતુ નથી અને નદી
નાળામાં ઠાલવી દેવામાં આવે છે. સુપ્રિમ કોર્ટે હૂકમના અમલ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સત્તા આપી હતી. એનજીટી
પણ આ મામલે ઉંઘતુ રહ્યું અને ગત વર્ષે ૨૮ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અચાનક ઊંઘ ઉડતા એનજીટીએ તમામ રાજ્યો
પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની માહિતી માગી અને જ્યાં પ્લાન્ટ નથી બન્યા તેમની પાસેથી ખુલાસા માગ્યા હતા.
એનજીટીની આ નોટિસનો પણ કોઇએ યોગ્ય જવાબ નહી આપતા એનજીટી દ્વારા તા.૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ફરીથી
તમામ રાજ્યોને એક નોટિસ ફટકારવામાં આવી છે કે તા.૩૦ માર્ચ ૨૦૨૦ સુધીમાં જે ઓથોરિટી (ગ્રામપંચાયતથી લઇને
મેટ્રો સિટી) ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કર્યા વગરનું પાણી જળાશયોમાં ઠાલવશે તેની પાસેથી પર ડ્રેનેજ (ગટર લાઇન દીઠ)
દર મહિને રૃ.પાંચ લાખનો દંડ ફટકારવામાં આવશે. જેમની પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છતા પણ અશુધ્ધ પાણી છોડાતુ
હોય તેમને પણ દર મહિને રૃ.પાંચ લાખનો દંડ ફટકારાશે.
આ ઓર્ડરનો અમલ કરાવવા માટે એનજીટીએ દરેક રાજ્યના ચીફ સેક્રેટરીને જવાબદારી સોપી છે અને કહ્યું છે કે દરેક
રાજ્યએ ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવવી જે આ ઓર્ડર સંદર્ભે ઇન્સ્પેક્શન કરીને જવાબદાર પાલીકાઓ
સામે પગલા લે તથા તેને દર ૧૫ દિવસે રિપોર્ટ તૈયાર કરીને એનજીટીને મોકલવો. તેમ આજે પર્યાવરણ સુરક્ષા
સમિતિના રોહિત પ્રજાપતિએ કહ્યું હતું.
વડોદરાના ૮ પૈકી એક પણ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ નિયમ મુજબ કામ કરતા નથી દર મહિને બે કરોડનો દંડ ભરવો પડશે
ગટરનું ૩૦ ટકા પાણી શુધ્ધ કર્યા વગર જળાશયોમાં છોડાય છે જ્યારે ૭૦ ટકા પાણી પણ નિયમ મુજબ શુધ્ધ થતુ નથીે
એનજીટીના આદેશનો જો ખરેખર અમલ કરવામાં આવે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને માર્ચ ૨૦૨૦ પછી દર મહિને
રૃ. બે કરોડનું દંડ ભરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
વડોદરા શહેરમાંથી નીકળતુ ગટરનું પાણી શુધ્ધ કરીને જળાશયોમાં છોડવા માટે શહેરના વિવિધ સ્થળોએ કુલ ૮ સુએઝ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે પરંતુ ખુદ કોર્પોરેશન કબુલે છે કે શહેરમાંથી નીકળતા ગટરના પાણી પૈકી ૩૦ ટકા
પાણી તો ટ્રીટ કર્યા વગર જ સીધુ જ જળાશયોમાં છોડવામાં આવી રહ્યું છે બાકીનું ૭૦ ટકા પાણી જે ટ્રિટમેન્ટ પ્લાન્ટમા
થઇને જળાશયોમાં પહોંચે છે તે પાણી પણ નિયમ પ્રમાણે શુધ્ધ કરાતુ નહી હોવાનો આક્ષેપ પર્યાવરણ સુરક્ષા સમિતિના
રોહિત પ્રજાપતિએ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે શહેરમાં ૪૦ સ્થળો એવા છે જ્યાથી વરસાદી કાસ, નાળાઓ અને
વિશ્વામિત્રીમાં ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. એનજીટીનો આદેશ છે કે દરેક ડ્રેનેજ દીઠ દર મહિને રૃ.૫ લાખનો દંડ
વસુલવો. જો આવુ થાય તો ૪૦ સ્થળોનો મળીને કોર્પોરેશને દર મહિને રૃ.બે કરોડનો દંડ ભરવો પડશે.