Get The App

ભાજપમાં ગયા પછી પણ રાઘવજી પટેલે વિધાનસભાગૃહમાં પોતાની જૂની સ્ટાઈલથી જ બોલ્યા

Updated: Jul 18th, 2019

GS TEAM

Google News
Google News
ભાજપમાં ગયા પછી પણ રાઘવજી પટેલે વિધાનસભાગૃહમાં પોતાની જૂની સ્ટાઈલથી જ બોલ્યા 1 - image

ગાંધીનગર, તા. 18 જુલાઇ 2019, ગુરુવાર

2017 ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું કોઈ સાંભળતું નથી તેવું કહીને કોંગ્રેસના એક સમયના સિનિયર નેતા રાઘવજી પટેલ રાજીનામું આપીને ભાજપમાં જતા રહ્યા હતા ત્યારબાદ તેઓ જામનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા જોકે પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી જીતીને તેઓ ફરીથી વિધાનસભામાં આવી ગયા છે.

આજે સવારે માગણીઓ પરની ચર્ચામાં રાઘવજી પટેલ ખેડૂતો અને ખેતીના સંદર્ભમાં પ્રવચન આપ્યું હતું તેઓ બોલવા ઊભા થયા ત્યારે બધાને એવું લાગતું હતું કે તેઓ અગાઉની જેમ ખુબજ જુસ્સાથી ભાષણ આપશે નહીં પરંતુ સૌ કોઈ ની ધારણાઓ ખોટી પાડીને રાઘવજી પટેલે પોતે જ્યારે વિરોધ પક્ષમાં હતા અને જે સ્ટાઈલથી બોલતા હતા એવી જ સ્ટાઇલથી તેઓએ આજે પોતાની સ્પીચ આપી હતી બંને હાથ ઊંચા કરીને ખૂબ જ ઊંચા અવાજે રાઘવજી એ જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે અને પોતાની ધર્મ તથા ફરજ બજાવે છે.

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તેની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે વર્ષથી વરસાદને કારણે તકલીફ છે વાવણી થતી નથી અને પાક નિષ્ફળ જવાની તૈયારી છે આ કુદરતી આપત્તિ છે. સરકારે આપત્તિ ઉભી કરી નથી પરંતુ સરકાર ખેડૂતોને સહાય કરે છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જે સહાય ખેડૂતોને થઇ નથી તેવી સહી ભાજપ સરકારે કરી છે.

રાઘવજીએ ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના તથા ટેકાના ભાવે ખરીદીમાં બોનસ આપવાની વાતને તથા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તથા ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ અને ખેડૂતો માટે નવા વીજ જોડાણ સહાય યોજના વગેરે મુદ્દાઓની ઊંડાણથી ચર્ચા કરતા ધારાસભ્યોએ પાટલી થપથપાવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. જોકે સમય પૂરો થઈ ગયા છતાં રાઘવજી એ બોલવાનું ચાલુ રાખતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ એવી હળવી ટકોર કરી હતી કે તમારે આવું કરવું જોઈએ નહીં હવે તમે વિપક્ષમાં નહીં સરકારમાં બેઠા છો વિપક્ષના સભ્યો આવું કરતા હોય છે.
Tags :