Get The App

ઓપી રોડના રાજવી ટાવરના ચોથે માળે ઓફિસમાં આગ લાગતાં નાસભાગ મચી,ટ્રાફિક જામઃ કર્મચારીઓનો બચાવ

Updated: Aug 2nd, 2024

GS TEAM

Google News
Google News
ઓપી રોડના રાજવી ટાવરના ચોથે માળે ઓફિસમાં આગ લાગતાં નાસભાગ મચી,ટ્રાફિક જામઃ કર્મચારીઓનો બચાવ 1 - image

વડોદરાઃ શહેરના ઓ પી રોડના કોમ્પ્લેક્સના ચોથે માળે આવેલી એક ખાનગી ઓફિસમાં આજે બપોરે આગ લાગતાં નાસભાગ મચી હતી.કર્મચારીઓ સમયસર નીચે ઉતરી જતાં જાનહાનિ થતાં રહી ગઇ હતી.

રાજવી ટાવરના ચોથે માળે આવેલી સનોઇ ઇન્ફો સોલ્યુશન નામની ઓફિસમાં બપોરે ચારેક વાગે સ્ટોરરૃમમાં આગ લાગી હતી.થોડી જ વારમાં આગના ધુમાડા આસપાસના રૃમોમાં પ્રસરી ગયા હતા અને ફ્લેમ બહાર નીકળવા માંડી હતી.

આખું બળી ગયેલું વાયરિંગ જોતાં સ્ટોરરૃમમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.આગમાં કોમ્પ્યુટરો તેમજ અન્ય વેસ્ટ સહિતનો સામાન ખાક થઇ ગયો હતો.

ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ખૂબ જ ધુમાડો ફેલાઇ ચૂક્યો હતો.જેથી સ્મોક બહાર કાઢવાની સાથે સાથે આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.આ વખતે ૧૦ થી ૧૨ જણા બેસી શકે તેવા કોન્ફરન્સ હોલમાં નાસ્તાની તૈયાર ડીસો જોવા મળી હતી.જેથી કર્મચારીઓ જીવ બચાવીને બહાર દોડી ગયા હોવાનું માની શકાય છે.બનાવને પગલે મેન રોડ પર વાહનવ્યવહાર પણ ઠપ થઇ જતાં પોલીસ હરકતમાં આવી હતી.