ભાયલીરોડના ફ્લેટ, નવાબવાડાના ઘરમાં થતી વીજચોરી ઝડપાઇ
ફ્લેટનો માલિક વીજગ્રાહક ના હોવા છતાં ૧.૮૬ લાખની વીજળીનો ઉપયોગ કર્યો
વડોદરા, તા.9 ભાયલીરોડ અને નવાબવાડા વિસ્તારમાં વીજચોરી અંગે વીજકંપનીએ તપાસ કરી મોટી રકમની વીજચોરી ઝડપી પાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે ભાયલીરોડ પર ગ્રીનફિલ્ડ-૩ પાસે પર્લ ગાર્ડન નામના એપાર્ટમેન્ટમાં ભુગેશ દિલીપ ઠાકોરે વીજ કનેક્શન લીધું ન હોવા છતાં તે પોતાના ફ્લેટમાં વીજવપરાશ કરતો હોવાનું જણાયું હતું. આ અંગે વાસણા સબ ડિવિઝન દ્વારા તપાસ હાથ ધરતાં કુલ રૃા.૧.૫૯ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ફ્લેટના માલિક ભુગેશ ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના નવાબવાડા વિસ્તારમાં હુસેનીચાલમાં પણ ટાવર સબ ડિવિઝન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં પીરજાદા ખલીલી ગુલામ અહેમદ પોતે વીજગ્રાહક હોવા છતાં વીજચોરી કરતો હોવાનું પકડાયું હતું. તેની ત્યાં તપાસમાં કુલ રૃા.૧.૮૬ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવતા પીરજાદા ખલીલ સામે પણ કાર્યવાહી કરાઇ હતી.