Get The App

વડોદરા અને અમદાવાદ વચ્ચે એસટી દ્વારા ૨૦ ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન

Updated: Mar 17th, 2022

GS TEAM


Google News
Google News
વડોદરા અને અમદાવાદ વચ્ચે એસટી દ્વારા  ૨૦ ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન 1 - image

વડોદરાઃ વડોદરા અને અમદાવાદ વચ્ચેે આગામી દિવસોમાં ૨૦ ઈલેક્ટ્રિક બસો દોડાવવાનુ આયોજન એસટી વિભાગે કર્યુ છે.આ પૈકી બે બસોની ટ્રાયલ બેઝ પર સર્વિસ શરુ કરી દેવામાં આવી છે.

છેલ્લા એક સપ્તાહથી આ બંને બસોની અમદાવાદ અને વડોદરા વચ્ચે એક એક ટ્રિપ દોડી રહી છે.અમદાવાદથી સવારે આઠ વાગ્યે ઈલેક્ટ્રિક બસ વડોદરા માટે નિકળે છે અને વડોદરાથી અમદાવાદ જતી ઈલેક્ટ્રિક બસ મકરપુરા ડેપોથી બપોરે એક વાગ્યે ઉપડે છે અને વાયા સેન્ટ્રલ એસટી ડેપો થઈને અમદાવાદ પહોંચે છે.

આમ તો વડોદરા અને અમદાવાદ વચ્ચે એસટી દ્વારા ઈન્ટરસિટી બસ સેવા અને વોલ્વો બસ સર્વિસ પહેલેથી ચલાવવામાં આવે છે પણ ઈલેક્ટ્રિક બસની સાથે જ હવે આ બે શહેરો વચ્ચેની એસટી સેવા ઈલેક્ટ્રિક યુગમાં પણ પ્રવેશી ગઈ છે.

વડોદરા એસટી ડિવિઝનના સુત્રોના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રિક બસમાં ચાલીસ મુસાફરો બેસી શકે છે.વોલ્વોની ટિકિટ ૨૨૦ રુપિયાની છે તો આ બસની ટિકિટ ૧૬૭ રુપિયા રાખવામાં આવી છે.બસ માટે મકરપુરા ડેપો ખાતે ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યુ છે.બસને સંપૂણપણે ચાર્જ થતા ત્રણેક કલાકનો સમય લાગે છે અને એક ચાર્જિંગમાં બસ ૨૫૦ થી ૩૦૦ કિલોમીટરની મુસાફરી કરી શકે છે.બસ સંપૂર્ણપણે એસી છે.તેમાં ૪૦ જેટલા મુસાફરો બેસી શકે છે.સૂત્રોનુ કહેવુ છે કે, એક સપ્તાહથી શરુ થયેલી બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી ૬ મહિનામાં વડોદરા અને અમદાવાદ વચ્ચે ૨૦ ઈલેક્ટ્રિક બસો દોડાવવાનુ હાલના તબક્કે આયોજન છે.કારણકે આ બંને શહેરોમાં અત્યારે બસોના ઈલેક્ટ્રિક ચાર્જિંગની સુવિધા એસટીએ કરેલી છે.


Tags :