FOLLOW US

આલમપુર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ચાલતા જતા વૃધ્ધાનું મોત

Updated: Mar 17th, 2023


બાઇકને અડફેટે લીધા બાદ ચાર મહિલાઓને ટક્કર મારી

અકસ્મત સર્જીને ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળ માટે મથામણ ઃ ચિલોડા પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે આલમપુરમાં પુર ઝડપે દોડતી કારે બાઇક ચાલકને અડફેટે લીધા બાદ ચાલતી જઇ રહેલી ચાર મહિલાઓને ટક્કર મારી હતી જે પૈકી ગંભીરરીતે ઘાયલ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લામાં અકસ્માતની ઘટના દિનપ્રતિ દિન વધી રહી છે તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોએ માથું ઉંચક્યું છે ત્યારે ગઇકાલે રાત્રે શહેર નજીક આલમપુર ગામમાં રોકેટ ગતિએ દોડતી કારે અકસ્મત સર્જ્યો હતો. જેમાં વૃધ્ધાનું મોત થયું હતું. આ ઘટના અંગે આલમપુર ગામે રહેતા ફેનિલ પિનેશભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે રાત્રે તે ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે હતો તે સમયે તેના પિતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેમના માતા રમિલાબેન બાબુભાઇ પટેલ ગામના અલ્કાબેન દશરથભાઇ પટેલ, શોભનાબેન જીતેન્દ્રભાઇ પટેલ અને કોકીલાબેન ચાલતા ગામમાં મરણ થયું હોવાથી જઇ રહ્યા હતા તે સમયે જયઅંબે સર્વિસ સેન્ટર નજીક ગામના પાટિયા તરફથી આવતી કારે બાઇક લઇને જઇ રહેલા સાગર જીતુભાઇ સોલંકીને બાઇકને ટક્કર મારી હતી અને ત્યાર બાદ આ ચાર મહિલાઓને અડફેટે લઇને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં રમિલાબેનની તબીયત લથડતા તેમને સારવાર માટે સિવિલથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધીને ફરાર કારચાલકની શોધખોળ શરૃ કરી છે. 

Gujarat
News
News
News
Magazines