Get The App

માણસામાં સજ્જનપુરા વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

Updated: May 23rd, 2023

GS TEAM

Google News
Google News
માણસામાં સજ્જનપુરા વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા 1 - image

પોલીસે ઉનાવા અને માણસાના શકુનિઓની અટક કરી ૭૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

માણસા :  માણસા શહેરમાં આવેલ સજ્જનપુરા વિસ્તારમાં નવીન પાણીની ટાંકી પાસે એક વ્યક્તિના ઘર આગળ ખુલ્લી જગ્યામાં ગઈકાલે સાંજે કેટલા ઈસમો પાના પત્તા નો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી માણસા પોલીસને મળતા પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરતા અહીં જુગાર રમી રહેલા ઉનાવા ગામના અને માણસાના મળી ૮ જુગારીઓને ૭૩,૩૨૦ રૃપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે માણસા શહેરમાં આવેલ સજજનપુરા વિસ્તારમાં નવીન પાણીની ટાંકી પાસે મહેન્દ્રજી શિવાજી ઠાકોર ના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઈસમો  પોતાના અંગત આથક લાભ સારું પાના પત્તાનો હારજીત નો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે ખાનગી વાહનમાં બાતમી વાળી જગ્યાએ પહોંચી દૂરથી જોતા તે જગ્યા પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી નીચે બેસી પાના પત્તા નો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે આ તમામ જુગારીઓને કોર્ડન કરી ઝડપી તેમની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ (૧)મહેન્દ્રજી શિવાજી ઠાકોર રહે,સજજનપુરા, નવીન પાણીની ટાંકી પાસે,માણસા(૨)મેહુલજી મંગાજી ઠાકોર રહે,તરપોજવાસ (૩)રાજુજી ચંદુજી ઠાકોર રહે,ઇન્દિરા નગર હોડકામાં (૪) વિષ્ણુજી વરવાજી ઠાકોર રહે,તરપોજવાસ (૫) જીતેન્દ્રજી બળદેવજી ઠાકોર રહે, તરપોજવાસ (૬)દેવેન્દ્રજી ગોબરજી ડાભી રહે, રેલવે સ્ટેશન છાપરામાં(૭)વિપુલજી લક્ષ્મણજી ઠાકોર રહે,આંટાનો વાસ (૮)ભરતજી જવાનજી ઠાકોર રહે,આંટાનો વાસ.તમામ ગામ.ઉનાવા, જીલ્લો ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તમામ ઈસમો ની અંગજડતી કરતા તેમની પાસેથી ૨૭,૭૬૦ રૃપિયાની રોકડ તેમજ દાવ પર મુકેલ ૫૦૬૦ રૃપિયા મળી ૩૨,૮૨૦ ની રોકડ તેમ જ ૪૦,૫૦૦ રૃપિયાની કિંમતના ચાર મોબાઈલ મળી કુલ ૭૩,૩૨૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા તમામ આઠે જુગારી વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.