આઠ અધિકારીઓ પાસે 18.64 કરોડની બેનામી મિકલતો મળી
ગુજરાત જમીન વિકાસ નિગમ ભ્રષ્ટાચારીઓઓનો અડ્ડો
જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસે 4.12 કરોડની અપ્રમણસર મિલકત
અમદાવાદ,મંગળવાર
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા જેવી વિવિધ યોજનાઆમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, એેસીબીની તપાસમાં જમીન વિકાસ નિગમના આઠ અધિકારી-કર્મચારીઓ પાસેથી કુલ અઢાર કરોડ ચોસઠ લાખ જેટલી અપ્રમાણસર મિલકતો મળી આવી છે. જેમાં ખાસ કરીને વ્યારા-તાપીના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી રૃા. ૪.૧૨ કરોડની બેનામી સંપત્તિ મળી છે.
એસીબીએ ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં દરોડોે પાડીને કનૈયાલાલ દેત્રોજા સહિતના અધિકારીઓને લાખો રૃપિયા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત એસીબીએ જમીન વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ જેવી કે ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીની થયેલી ગેર રીતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને કર્મચારીઓ તથા અધિકારીઓ ની અપ્રમાણસરની મિકલતોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ ૮ અધિકારી-કર્મચારીઓની ૧૮ કરોડ ચોસઠ લાખ જેટલી અપ્રમાણસરની મિલકતો શોધી કાઢવામાં આવી છે.
વ્યારા-તાપીના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાય(ઉ.વ.૫૯) વિરુધ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં વ્યાપક પ્રમાણંમાં ગેરરીતી આચરવામાં આવી હતી જેથી સુરત એસીબી દ્વારા ૨૦૧૮માં તેમની સામેે તપાસ કરીને ે ૧૪ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં તેમની પાસેથી રૃા. ૪.૧૨ કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે. પ્રાથમિક તપાસમા કૃષ્ણકુમાર ઉપાધ્યાય તથા તેમના પરિવારનિા સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેન્ક ખાતાઓમાં અને વિવિધ સરકારી કચેરીઓમાં પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા તપાસ દરમ્યાન હજુ વધુ સંપત્તિ પકડાવાની શક્યતા સેવાઇ રહી છે.