Get The App

નવાપુરા પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારો કરનાર વધુ આઠ પકડાયા

ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ કરવા જતા પથ્થરમારો થયો હતો

Updated: Feb 25th, 2024

GS TEAM

Google News
Google News
નવાપુરા પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારો કરનાર વધુ આઠ પકડાયા 1 - image

 વડોદરા,ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી  પોસ્ટ ફોટા સાથે મૂકનાર પાદરાના યુવાનની સામે  ફરિયાદ નોંધાવતા સમયે થયેલા પથ્થરમારામાં પોલીસે વધુ આઠ આરોપીઓને ઝડપી પાડયા છે. 

પાદરાના  સાહીદ પટેલ નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપરથી ધાર્મિક લાગણી દુભાય તેવા અપશબ્દો લખ્યા હતા.જે અંગે ફરિયાદ કરવા વેપારી નવાપુરા પોલીસ સ્ટેશન ગયા ત્યારે દોઢસોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસને લાઠી ચાર્જ કરવો પડયો હતો. આ ગુનામાં નવાપુરા પોલીસે વધુ આઠ આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં (૧) સાજીદહુસેન મહેમૂદહુસેન મલેક (૨) ગુલામમહેદર ગુલામદસ્તગીર શેખ (૩) સદ્દામ હસનભાઇ શેખ (૪) સરફરાજ મકસુદઅલી મકરાણી (૫) યાયાખાન અલ્તાફખાન પઠાણ (૬) તોસીફહુસેન અહેમદહુસેન સંધી (૭) શાહનવાઝ સલીમભાઇ ખલીફા તથા (૮) નોમાન આરીફભાઇ શેખ ( તમામ રહે. નવાપુરા) નો સમાવેશ થાય છે.