Gujarat

અમદાવાદમાં કોરોનાના આઠ કેસ નોંધાયા

By GS Team
23 Mar 20221 min read
This article was originally published on 23 Mar 2022
અમદાવાદમાં કોરોનાના આઠ કેસ નોંધાયા

અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૩ દર્દી સાજા થયા હતા.૧૨૭૫૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ,૫૫૫૩ લોકોને રસીનો બીજો ડોઝ અને ૧૩૮૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૯૬૯૩ લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૨થી ૧૪ વય જુથના ૧૦૩૩૦ બાળકોને રસીનો પહેલો ડોઝ અપાયો હતો.૧૫ થી ૧૮ વય જુથના બાળકો પૈકી ૭૦૭ બાળકને રસીનો પહેલો ડોઝ અને ૧૨૩૭ બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.ગંદકી અને ન્યુસન્સ મામલે તથા પ્લાસ્ટીક વેસ્ટ વપરાશ મામલે કુલ મળીને ૧૮૪ એકમને નોટિસ આપી ૯૩ હજાર ઉપરાંતની રકમ વહીવટી ચાર્જ પેટે વસુલ કરવામાં આવી હતી.