app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

મહી નદીમાં પૂરની ઈફેક્ટ: ફ્રેન્ચવેલ અને સિંધરોટના 16 પંપ બંધ કરવા પડ્યા: 5.49 કરોડ ગેલન પાણીની ઘટ

Updated: Sep 18th, 2023

image : File photo

- તા.20 મી સુધી 15 લાખ લોકોને પાણી નહીં મળે

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

વડોદરા શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતી મહીસાગર નદીમાં 16 મીટર થી વધુ પાણીની સપાટી થઈ જતાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેથી કોર્પોરેશનના રાયકા દોડકા વોટર પ્લાન્ટ અને સિંધ રોડ પાણી યોજનાના 16 પંપ બંધ કરી દેવાને કારણે રોજનું 5.49 કરોડ ગેલન અને 25 કરોડ લિટર પાણીની ઘટ પડી છે. જેથી ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તારીખ 21 મી સુધી પાણીનો કકળાટ સર્જાશે.

મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવતા ગઈકાલે સવારે મહીસાગર નદીની સપાટી આઠ પોઇન્ટ આઠ મીટર હતી તે વધીને ગઈ રાત્રે 18 મીટર સુધી પહોંચી હતી. જેથી અરબી ડિટીમાં વધારો થયો હતો.

કડાણા ડેમમાંથી ગઈકાલે વહેલી સવારથી પાણીનો જથ્થો મહીસાગર નદીમાં ઠાલવવામાં આવતા સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી નદીમાં પાણીની તરબીડીટી વધીને 1006ને ફોલોમેટ્રિક ટર્મિડિટી યુનિટ થઈ છે. જેને કારણે વડોદરા શહેરમાં ધોળું પાણી આવવાની શરૂઆત થઈ છે. તો બીજી બાજુ પાણી ઉકાળીને આપવાની સૂચના પણ અપાય છે. ત્યારે પાણીની સપાટી અને ટરમીડીટીમાં વધારો થતા રાયકા દોડકા સિંધરોટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના 16 પંપો બંધ કરી દેવામાં આવ્યા છે.

વડોદરા કોર્પોરેશન સંચાલિત ફ્રેન્ચવેલ પૈકી રાયકા કુવા પરના ચાર ધોળકા કુવા પરના પાંચ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાંચ અને સિંધ રોડ પાણી પુરવઠા યોજનાના બે પંપ મળી 16 પંપોમાં માટી ઘૂસી જાય નહીં તેને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યા છે. આ પંપો પૈકી બે ત્રણ પંપો બે-ચાર કલાક માટે ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને થોડું ઘણું પાણી મળી રહ્યું છે.

મહીસાગરમાં પૂરની પરિસ્થિતિને કારણે કોર્પોરેશન સંચાલિત પાણી પુરવઠા યોજના માંથી રોજનું 5.49 કરોડ ગેલન એટલેકે 25 કરોડ લિટર પાણી ઓછું મળતું થયું છે. જેથી વડોદરા શહેરના ઉત્તર ઝોન પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં જ્યાંથી રાયકા દોડકા અને સિંધરોટ પાણી પુરવઠા યોજનામાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે તમામ વિસ્તારના 15 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જ્યારે પશ્ચિમ ઝોન વિસ્તારના લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

Gujarat