Updated: Mar 18th, 2023
પૂર્વની ગોસાઈકુંજમાં રમાઈ રહેલા જુગાર ઉપર પોલીસનો દરોડો
કલોલ : કલોલના પૂર્વમાં આવેલ એક સોસાયટીમાં જુગારની મહેફિલ જામી હતી ત્યારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને આવેલી જોઈને જુગારીઓમાં નાસમ ભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા આઠ લોકોને દબોચી લીધા હતા અને તેમની પાસેથી રોકડ સહિત મોબાઈલ મળી કુલ રૃપિયા ૫૪,૭૦૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેર પોલીસ મથકના જવાનો
પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં
આવેલ ગોસાઈકુંજ સોસાયટીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસ
દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા ક્રિષ્ના
દિનેશભાઈ લુહાર રહે બનાસનગર કલોલ તથા શંકર ગીરી લાલગીરી ગોસ્વામી રહે ગોસાઈ કુંજ
સોસાયટી પૂર્વ કલોલ અને ગોવિંદભાઈ ભીખાભાઈ રાવળ રહે બનાસનગર પાણીની ટાંકી પાસે
કલોલ તથા અજય જીતુભાઈ રાવળ રહે કૈલાશ નગર સોસાયટી પાણીની ટાંકી પાસે પૂર્વક કલોલ
તથા રાજેન્દ્ર ગીરી જયંતિ ગીરી ગોસ્વામી રહે બનાસનગર પાણીની ટાંકી પાસે પૂર્વ કલોલ
તથા સુનિલ દશરથભાઈ રાવળ રહે પ્રભુ નગર સોસાયટી જોગણી માતાના મંદિર પાસે પૂર્વ કલોલ
અને ગણપતસિંહ ધૂળ સિંહ ગોહિલ રહે નારદીપુર નગર સોસાયટી પૂર્વ કલોલ અને સાગર
વિક્રમભાઈ લુહાર રહે બનાસનગર સોસાયટી પાણીની ટાંકી પાસે પૂર્વક કલોલને ઝડપી
લેવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ અને મોબાઈલ નંગ પાંચ મળી કુલ રૃપિયા
૫૪,૭૦૦ નો મુદ્દા
માલ જપ્ત કર્યો હતો અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી તેમની સામે કાર્યવાહી હાથ
ધરી છે.