વડોદરામાં વડસર બ્રિજ નીચે દુકાનમાંથી 60 હજારના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ટીશર્ટ ઝડપાયાં
image : Freepik
વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર
વડોદરાના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ નીચે રંધાવા સ્પોર્ટસ સ્ટોરની દુકાનમાંથી આર્મર કંપનીના ડુપ્લિકેટ ટીશર્ટના 405 નંગ મળી 60 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેથી પોલીસે વેપારીના અટકાયત કરીને ડુપ્લિકેટ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમા આવેલ વડસર બ્રિજ નીચે રોડ ઉપર રધાવા સ્પોર્ટસ નામની દુકાન આવેલી જે દુકાનના રીપનદિપસિંગ સરદારકુલવતસિંગ રધાવા બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માલ પોતાની દુકાના વેચી રહ્યો છે. તેવી મળેલી માહિતીના આધારે અમદાવાદ ખાતે રહેતા ધ્રુપદ મુકેશભાઇ પટેલ નેત્રીકા કન્સલન્ટીંગ એન્ડ ઇન્વેસ્ટીગેશન નામની કંપનીના એક્ઝીક્યુટીવ ઓફિસર સહિતના કંપનીના માણસો તથા પોલીસને સાથે રાખીને રંધાવા સ્પોર્ટ્સની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. ત્યારે બ્રાન્ડેડ અન્ડર આર્મર કંપનીના ડુપ્લીકેટ ટી-શર્ટ માર્કાવાળા મળી આવ્યા હતા. જેથી પોલીસે 405 નંગ ટી-શર્ટ એકની કિંમત આશરે રૂ.150 મળી રૂ.6 હજારનો મુદ્દામાલ સાથે વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.