For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનથી મોકલાયેલો 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો મોરબી જિલ્લામાંથી ઝડપાયો

Updated: Nov 15th, 2021

Article Content Image

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 120 કિલોગ્રામ હેરોઈન સાથે ત્રણ શખ્સો સકંજામાં

દ્વારકામાં દરિયાકાંઠે છૂપાવી રાખેલો ડ્રગનો જથ્થો ઝીંઝુડા ગામે નવા બની રહેલા મકાન સુધી પહોંચ્યા બાદ પોલીસ ત્રાટકી : પાકિસ્તાનના ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓના સંપર્ક હોવાની આશંકા

મોરબી : સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો દુરૂપયોગ કરીને પાકિસ્તાનથી નશીલા દ્રવ્યો ઘુસાડવાની જે પેરવીઓ થઈ છે તેમાં કચ્છ અને દ્વારકા જિલ્લામાંથી કરોડો રૂા.નું ડ્રગ્સ પકડાયા બાદ હવે મોરબી જિલ્લામાં આવેલા નાના એવા ઝીંઝુડા ગામેથી એટીએસની ટીમે દરોડા પાડીને રૂા 600 કરોડની કિંમતનું મનાતુ 120 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ કેફી દ્રવ્યોનો જથૃથો દરિયાકાંઠા મારફતે અહી સુધી આવી પહોંચ્યો હોવાનું તેમજ પાકિસ્તાનથી દ્વારકામાં ડ્રગની ડીલીવરી લીધા પછી આ જથૃથો દ્વારકાના દરિયાકિનારે સંતાડી રાખીને મોરબીના ઝીંઝુડા ગામે પહોંચાડવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ઘટનામાં જેના ઘરમાંથી ડ્રગનો જથૃથો મળી આવ્યો હતો તે શખ્સ ઉપરાંત જોડિયા અને સલાયાના અન્ય બે શખ્સ મળી કુલ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના દરિયાકાંઠેથી હેરોઈનની દાણચોરીના બનાવો વધતા ચાલ્યા છે, જેમાં અગાઉ પાકિસ્તાન અને ઈરાનથી મોકલેલ હેરોઈનનો મોટો જથૃથો ઝડપી લેવાયો હતો, તે ઉપરાંત તાજેતરમાં દ્વારકા જીલ્લામાંથી પણ ડ્રગ્સનો મોટો જથૃથો ઝડપાયો હતો જેને પગલે એટીએસ ટીમે સતર્કતા દાખવી હતી અને સઘન તપાસ ચલાવતા મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં ડ્રગ્સના જથૃથા વિષે બાતમી મળી હતી.

જેથી ગુજરાત એટીએસ ટીમના નાયબ પોલીસ અિધક્ષક કે કે પટેલની ટીમ દ્વારા જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા તથા ગુલામ ભગાડ દ્વારા માદક પદાર્થનો જથૃથો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલ સમસુદિન હુશેનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા  બની રહેલ મકાનમાં જથૃથો રાખ્યો હોવાની બાતમીને પગલે એટીએસ ટીમ ત્રાટકી હતી.

આરોપીના નવા બની રહેલ મકાનમાંથી 120 કિલો હેરોઈનનો જથૃથો મળી આવતા જપ્ત કરાયો છે.  તેેની બજાર કીમત અંદાજીત 600 કરોડ હોવાનું જાહેર થયું છે. રેડ દરમિયાન આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ (રહે જોડિયા જી જામનગર), સમસુદિન હુશેનમિયા સૈયદ (રહે ઝીંઝુડા તા. મોરબી) અને ગુલામ હુશેન ઉમર ભગાડ (રહે સલાયા દેવભૂમિ દ્વારકા) એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા છે.

પાકિસ્તાનથી વાયા દ્વારકા જથ્થો મોરબીના ઝીંઝુડા પહોંચાડયાની કબુલાત 

ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં જપ્ત કરેલ હેરોઈન જથૃથો ગુલામ જબ્બાર અને ઈસા રાવ (રહે જોડિયા)એ પાકિસ્તાનના ઝાહીદ બશીર બ્લોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો. જેની ડીલીવરી ઓક્ટોબર 2021ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં લીધી હતી, અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે સંતાડયો હતો અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામ પહોંચાડયો હતો.

ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓનો સંપર્ક હોવાની આશંકા 

ઝડપાયેલ આરોપી ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હોવાથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં હોવાની આશંકા ગુજરાત એટીએસ ટીમે વ્યક્ત કરી છે. પાકિસ્તાની ઝાહીદ બ્લોચ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા વર્ષ 2018 માં 227 કિલો હેરોઈન ગુન્હામાં વોન્ટેડ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

દોઢ-બે વર્ષથી ગામમાં રહેતો, દોરા-ધાગા કરી લોકોને ગેરમાર્ગે દોરતો 

ગામના આગેવાન સમસુદિન એમ પીરજાદા જણાવે છે કે આરોપી સમસુદિન હુશેનમિયા સૈયદ ગામનો ભાણેજ છે અને દોઢ-બે વર્ષથી અહી રહેતો હતો. તે મૂળ બાબરા તાલુકાના મિયા ખીજડીયા ગામનો રહીશ છે, અને છેલ્લા સમયથી અહી દોરા ધાગા કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આરોપીના લગ્ન થઇ ગયા હોવાનું પણ જણાવ્યું હતું. જોકે આરોપી કોઈ ગુનાહિત કૃત્ય કરતો હોય તેવું ક્યારેય લાગ્યું ના હતું અને તે સીધો સાધો માણસ હોય તેવી ગામમાં છાપ હોવાનું જણાવ્યું હતું. જોકે આરોપી જુગારની ટેવ વાળો હોવાનું સૃથાનિક સુત્રો જણાવી રહ્યા છે.

આફ્રિકા જતા કન્સાઈનમેન્ટને મેળવી લેવાની લાલચને કારણે ભારતમાં ડાઇવર્ટ કર્યું

મોટાભાગે આ પ્રકારના ષડયંત્રો મધ્ય-પૂર્વી દેશોમાં રચવામાં આવે છે. જેમાં આ ષડયંત્ર પણ સંયુક્ત આરબ અમીરાતના સોમાલી કેન્ટીન ખાતે રચવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ કન્સાઈન્મેન્ટ ભારતીય દાણચોરોને પહોંચાડવાનું હતું જે બાદમાં તેમના દ્વારા આફ્રિકા દેશોમાં મોકલવાનું હતું.

પાકિસ્તાન અને ઈરાનના માદક પદાર્થોના દાણચોરોની સામાન્ય મોડસ ઓપરેન્ડી તેમના ભારતીય મળતીયાઓનો ઉપયોગ કરીને ડ્રગ્સને તેમના વાહકો દ્વારા લઈ જવામાં આવે છે. જોકે આ કિસ્સામાં ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓએ આફ્રિકા જતા આ કન્સાઈન્મેન્ટને પોતે મેળવી લેવાની લાલચને કારણે ભારતમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હોવાનું બહાર આવ્યું છે. ભારતમાં વિવિધ ખરીદારોને આ નશીલો પદાર્થ હેરોઈન વેચવાનો તેમનો બદઈરાદો હતો.

Gujarat