ડ્રાઇવિંગ લાયસન્સ હવે મુદ્દત પૂરી થયાના ૧ વર્ષ અગાઉ રીન્યુ કરી શકાશે
ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં હવે ઇ-પેમેન્ટ ફરજીયાત
સમયમર્યાદામાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવાનું થાય તો તેના માટે રૃપિયા ૪૦૦ની ફી રહેશે
અમદાવાદ, ગુરુવાર
ગુજરાતના નાગરિકો-વાહનચાલકો હવે ડ્રાઇવિંગ
લાયસન્સની મુદ્દત પૂર્ણ થયાના ૩૬૫ દિવસ અગાઉ સરળતાથી રીન્યુઅલની પ્રક્રિયા કરી શકે
છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સારથી-૪ સોફ્ટવેર અમલી બનાવવામાં આવ્યું છે.
જેના ભાગરૃપે વેબબેઇઝ્ડ ઓનલાઇન પ્રથા શરૃ કરવામાં આવી છે. જેના અંતર્ગત નાગરિકોના ડ્રાઇવિંગ
લાયસન્સ, રીન્યુઅલ, ડુપ્લિકેટ જેવી કામગીરી માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમીશન અને ઇ-પેમેન્ટ
પ્રથા ફરજીયાત કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા ગુજરાતના વાહન વ્યવહાર
કમિશ્નરે એક યાદીમાં જણાવ્યું હતું કે, 'વાહનચાલકો ડ્રાઇવિંગ લાયસન્સ મુદ્દત પૂરી થયાના
પાંચ વર્ષ સુધીમાં આ રીતે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવવાની સગવડ પૂરી પાડવામાં
આવી રહી છે. ૫૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા અરજદારોએ ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ
કરાવવા માટે ડોક્ટરનું સર્ટિફિકેટ નિયત ફોર્મમાં ભરીને અપલોડ કરવાનું રહેશે.
સમયમર્યાદાની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરવામાં
આવે તો તેના માટે રૃપિયા ૪૦૦ની ફી નક્કી કરાઇ છે. ડ્રાઇવિંગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ
થયાના એક માસ બાદ ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરવામાં આવે તો પ્રતિ વર્ષ મોડું ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવવાના રૃ.૧૦૦ની
વધારાની ફી ચૂકવવી પડશે.