Get The App

મેડિકલ અધ્યાપક અને ઓફિસરોની સામુહિક રાજીનામાની ચીમકી

મેડિકલ ટીચર્સ,ઈન સર્વિસ તબીબો અને અધિકારીઓના સંગઠનો એક થયા ઃ૧૩મીથી હડતાળ પાડવા આવેદન

પડતર પ્રશ્નો મુદ્દે લડવા ગુજરાત ડોક્ટર્સ ફોરમની રચના

Updated: Dec 8th, 2021

GS TEAM

Google News
Google News
મેડિકલ અધ્યાપક અને ઓફિસરોની સામુહિક રાજીનામાની ચીમકી 1 - image

અમદાવાદ

પગાર સહિતના પડતર પ્રશ્નો મુદ્દે સરકારે ઠરાવોનો કોઈ અમલ ન કરતા અને માંગણીઓ ન સ્વીકારતા મેડિકલના તમામ સંગઠનો હવે સરકાર સામે લડવા એક થઈ ગયા છે અને ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમની રચના કરી છે.આ ફોરમ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને ૧૩મીથી હડતાળ પાડવા અને સામુહિક રાજીનામા આપવાની ચીમકી આપવામા આવી છે.

રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા તબીબી શિક્ષકો-સંલગ્ન હોસ્પિટલોના ડોક્ટરોનું સંગઠન એવુ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન, ઈન સર્વિસ તબીબોનું સંગઠન(ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસો.), ગુજરાત મેડિકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટીની કોલેજોના ડોક્ટરોનું સંગઠન, ગુજરાત મેડિકલ સર્વિસીસ કલાસ-૨ મેડિકલ ઓફિસર એસોસિએશન સહિતના ચારેય એસોસિએશને સરકાર સામે પડતર પ્રશ્નો મુદ્દે લડવા માટે ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમની રચના કરી છે.

 આ ફોરમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે ઉચ્ચતર પગાર ધોરણ, પગાર પંચનો અમલ,પે સ્કેલ, સળંગ નોકરી સહિતની અનેક પડતર માંગણીઓનો હજુ સુધી નિકાલ થયો નથી.અગાઉ થયેલ ઠરાવનો પણ અમલ કરાયો નથી.જેથી ૧૩મી ડિસેમ્બરથી તમામ એસોસિએશનના સભ્યો હડતાળ પર જશે અને સામુહિક રાજીનામા સરકારને આપશે.એક બાજુ પીજી પ્રવેશ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૃ કરી છે ત્યારે હવે રાજ્યના તમામ મેડિકલ શિક્ષકો-ડોક્ટરો અને ઈન સર્વિસ ડોક્ટરો તેમજ ઓફિસરો ૧૩મીથી જો હડતાળ પાડશે તો સરકારની મુશ્કેલી વધશે.અગાઉ પણ કોરોના સમયે રેસિડેન્ટ ડોક્ટરો,સીનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની હડતાળો થઈ ચુકી છે અને ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેરના એંધાણ સમયે હડતાળોનો દૌર શરૃ થાય તેવુ લાગી રહ્યુ છે.

Tags :