For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગણેશોત્સવમાં નવો ટ્રેન્ડ : સ્થળ વિસર્જન ને પર્યાવરણ જાળવણી

Updated: Sep 14th, 2021

Article Content Image

સમય સાથે બદલાવ : નાની અને માટીની મૂર્તિના સ્થાપન

એક સમયે કાંકરિયા તળાવમાં અને પછી એલિસબ્રિજ ઉપર ક્રેઈન મૂકી મૂર્તિ વિસર્જન કરાતું હતું : હવે બ્રિજ ઉપર પૂજનસામગ્રી મૂકવા કળશ રખાયા

અમદાવાદ : ગણેશોત્સવની ઉજવણીનો ઉત્સાહ વ્યાપી વળ્યો છે તે સાથે જ નવા ટ્રેન્ડને અનુસરવાની તૈયારીઓ જાહેર ગણેશોત્સવ મંડળોમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં એક સમયે ગણેશોત્સવ પછી પ્રતિમા વિસર્જનની ઘડીઓ પોલીસ અને તંત્ર માટે વ્યવસૃથા જાળવણીનું મોટું કામ બની રહેતી હતી.

પણ, અમદાવાદીઓ કોરોનાના સમય સાથે ઉજવણીમાં બદલાવ લાવ્યા છે. હવે, નાની અને માટીની મૂર્તિના સૃથાપન કરવા સાથે પ્રતિમા વિસર્જનમાં પર્યાવરણ જાળવણીને સ્વયંભૂ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઘર-પરિવારોમાં ગણેશ સૃથાપનનો ટ્રેન્ડ વધ્યો છે તો ગણેશમંડળોમાં નદી-તળાવના બદલે સૃથળ વિસર્જનનો સ્વિકાર કરવામાં આવી રહ્યો છે.

એક સમય હતો કે જ્યારે મરાઠી પરિવાર પોતાના ઘરમાં ગણેશ સૃથાપન કરતા હતા. આઝાદીની ચળવળ ચાલી રહી હતી. લોકો આ ચળવળમાં જોડાય તેવી જનજાગૃતિ કેળવવા લોકમાન્ય ટિળકે ગણેશોત્સવ સાર્વજનિક બને તે દિશામાં લોકોને સમજ આપી. 10 દિવસ સુધી જાહેર ગણેશોત્સવ સૃથાપન બૃહદ મહારાષ્ટ્ર (ગુજરાત અલગ પડયું નહોતું)માં થવા લાગ્યાં હતાં.

આઝાદી પછી જાહેર ગણેશોત્સવની પરંપરા જળવાઈ રહી અને સામાજીક હીતમાં લોકજાગૃતિના સંદેશા લોકો સુધી પહોંચે તે માટે ગણેશ મંડળો પ્રયત્નશીલ રહેતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવની સંખ્યામાં ઘટાડો આવ્યો છે અને શ્રધૃધાળુઓની ભીડ પણ દર્શનાર્થે ઘટી છે. જો કે, અમદાવાદમાં ગણેશ મંડળો લોકહીત માટે સતત બદલાવની દિશામાં અગ્રેસર રહેતા આવ્યાં છે.

એક સમય હતો કે, જ્યારે કાંકરિયા તળાવમાં પણ ગણેશપ્રતિમાના વિસર્જન કરવામાં આવતાં હતાં. તળાવના બ્યૂટિફિકેશન સાથે જ તમામ પ્રકારની મૂર્તિના વિસર્જન સાબરમતી નદીમાં થવા લાગ્યાં હતા. મ્યુનિ. અને પોલીસ તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ સાબરમતી નદીમાં પ્રતિમા વિસર્જન માટે એલીસબ્રિજ અને ઈન્દિરા બ્રિજ ઉપર ક્રેઈન મુકી ખાસ વ્યવસૃથા પણ કરવામાં આવતી હતી. સાર્વજનિક ગણેશોત્સવમાં સૃથાપિત કરવામાં આવતી મોટી-મોટી મૂર્તિઓના  વિસર્જન સરઘસ અને સાબરમતી નદીમાં વિર્સજન હોય ત્યારે આખા અમદાવાદના અનેક રસ્તાઓ બંધ થઈ જતાં હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા વર્ષ 2016થી પ્રતિમા વિસર્જન માટે સાબરમતી નદીના બન્ને છેડે કૃત્રિમ વિસર્જન કૂંડ બનાવવાનું શરૂ કરાયું હતું. બે વર્ષ દરમિયાન ત્રણથી આઠ ફૂટની ઊંચાઈની મૂર્તિઓને બાદ કરતાં ઘણીખરી પ્રતિમાઓ ભાવિકો વિસર્જન કૂંડમાં પધરાવવા લાગ્યાં હતાં. વર્ષ 2018માં એલીસબ્રિજ પરથી ક્રેઈન દ્વારા છેલ્લી વખત ગણેશપ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. 

પીઓપીની મોટી મૂર્તિઓને તિલાંજલી આપી માટીની 4 ફૂટથી નાની મૂર્તિઓનો નવો ટ્રેન્ડ વર્ષ 2018થી શરૂ થયો તેને લાખો ગણેશભક્તોએ સ્વિકારી લીધો છે. આ પછી મોટાભાગના ગણેશ મંડળોએ અતિ વિશાળ પ્રતિમાઓને બદલે ચારથી પાંચ ફૂટની મૂર્તિના સૃથાપન શરૂ કર્યું. આ  પ્રતિમાઓનું વિસર્જન કુંડમાં જ વિસર્જન થવા લાગ્યું છે. તો, લોકો પૂજનસામગ્રી નદીમાં ન ફેંકે તે માટે શહેરના તમામ બ્રીજ ઉપર કળશ મુકવામાં આવ્યાં છે.

જો કે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે ચાર ફૂટથી મોટી પ્રતિમાના સૃથાપન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે વર્ષથી ઘર-પરિવાર અને સૃથાનિક સોસાયટીમાં ગણેશજીની માટીની મૂર્તિના સૃથાપન વધ્યાં છે. મહોલ્લાદીઠ સાર્વજનિક ગણેશોત્સવની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે, પીઓપીના બદલે માટીની અને નાની મૂર્તિના સૃથાપન વધવા પામ્યાં છે. આ કારણે સૃથળ વિસર્જન અને પર્યાવરણ જાળવણીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના ગણેશભાઈ ક્ષત્રિય કહે છે કે, સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનો મુખ્ય હેતુ લોકજાગૃતિ અને લોકહિત છે. અમદાવાદના ગણેશ મંડળો અને શ્રીભક્તો લોકહીતમાં બદલાવ લાવવા માટે સ્વયંભૂ તત્પર રહે છે. આ લોકોત્સવ જનકલ્યાણ અને લોકહીતનો બની રહે તે માટે સમિતિ સાથે જોડાયેલા ગણેશમંડળો સૃથળ વિસર્જન સાથે પર્યાવરણ જાળવણીને મહત્વ આપી રહ્યાં છે.

 અમુક મંડળોએ માટીની ગણેશપ્રતિમા બનાવી ને તેમાં બીજ રોપવાનો પ્રયોગ પણ કર્યો છે. વિસર્જન કરવામાં આવે તે પછી બીજ સાથેની પવિત્ર માટી જમીનમાં કે કુંડામાં રખાય તેમાંથી છોડ, વૃક્ષ ઉગી નીકળે. નદી અને પાણીના શુધિૃધકરણ માટે બદલાવ પછી હવે પર્યાવરણ જાળવણી માટે માટીની મૂર્તિ સાથે બીજ ભેળવવાનો પ્રયોગ સફળ રહેશે તો આવતા વર્ષે વધુ મંડળો અપનાવશે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર એનાયત કરે છે

ગણેશોત્સવ જ નહીં જન્માષ્ટમી અને દશામાના વ્રત દરમિયાન પ્રતિમાઓના સૃથાપન થાય છે અને નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આ સંજોગોમાં જળપ્રદૂષણ નિવારવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ સક્રિય છે. ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોવાથી કડક પગલાં નિવારીને જળશુધિૃધ જાળવી રાખવામાં સહકાર આપનાર મંડળોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ પ્રકારે લોકહિત માટે સતર્કતા દાખવનાર લોકોનું સામાજીક સન્માન કરે છે.

Gujarat