Get The App

વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકે દિલીપકુમાર રાણાએ પદભાર સંભાળ્યો : અનેક પ્રશ્નો પડકારરૂપ

Updated: Apr 5th, 2023

GS TEAM

Google News
Google News
વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકે દિલીપકુમાર રાણાએ પદભાર સંભાળ્યો : અનેક પ્રશ્નો પડકારરૂપ 1 - image

વડોદરા,તા.5 એપ્રિલ 2023,બુધવાર

રાજ્યમાં 109 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમ થયા છે. જેમાં કચ્છ ભૂજના કલેકટર દિલીપકુમાર રાણાની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે. સોમવારે સવારે બંછાનીધી પાનીએ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો હતો. ત્યારે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપકુમાર રાણાએ પદભાર સંભાળ્યો છે.

નવા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા માટે લોકોની પ્રાથમિક સુવિધા સમાન પડકારોની વાત કરીએ તો, લાલિયાવાડી વચ્ચે વર્ષો જૂની પાણી ડ્રેનેજની લાઈનોના કારણે વારંવારની સમસ્યા, નજર અંદાજ સમાન વડોદરામાં જરૂરિયાત સામે ઓછા ફાયર સ્ટેશન , તેમાં ઓછું મહેકમ અને ઓછા વાહનોની સંખ્યા ભવિષ્યમાં મોટી હોનારત થાય તો વિકટ પરિસ્થિતિ ઉદભવે , લોકોના જીવની પરવાહ કર્યા વિના મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાના વહીવટી ચાર્જ સાથે દબાણો ઊભા કરવા અને ભ્રષ્ટાચારને વેગ આપવા ગેરકાયદેસરના બાંધકામો સામે આંખ આડા કાન કરવા, રખડતા પશુ નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પરિસ્થિતિ યથાવત, સ્માર્ટ રસ્તાના નિર્માણ અગાઉ ભૂગર્ભ માળખાકીય સુવિધા ઉભી ન કરી રસ્તો બનાવ્યા બાદ ખોદકામ કરી નાણાંનો વેડફાટ, નાગરિકો સાથે નદીના જળચર જીવોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન તથા લોકો  દ્વારા છોડતા પાણી ડ્રેનેજના દૂષિત પાણી સહિતના મુદ્દા મુખ્યત્વે છે. આ ઉપરાંત વડોદરાની ફરતે આઉટર રીંગરોડનું લાંબાગાળાનું આયોજન, ઘોંચમાં પડેલ  આજવા સફારી પાર્ક પ્રોજેક્ટ, જર્જરીત અને જોખમી શહેરની ઇમારતો, ઐતિહાસિક વારસાની જાળવણી, ગેસ અને સીટી બસની આવક ગુમાવ્યા બાદ નવી આવક કેવી રીતે ઉભી કરવી, નવા સમાવેશ ગામોમાં પ્રાથમિક સુવિધાનું નેટવર્ક વિસ્તારવું સહિતના પ્રશ્નોનું નિરાકરણ અનિવાર્ય રહેશે. જ્યારે અંતમાં વાત કરીએ તો, પાછલા કેટલાક વર્ષોની વાતો કરીએ તો વડોદરા શહેરમાં રાજકીય દબાણના પગલે કમિશનરો વધુ લાંબો સમય ટકતા નથી તેવું ચર્ચાય છે. ખરેખર અન્ય શહેરોમાંથી આવતા કમિશનરોને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવતા સમય થાય છે. અને શહેરથી સંપૂર્ણપણે વાકેફ થાય ત્યારે તેમની બદલી થઈ જતાં વિકાસ રૂંધાય છે. હવે જોવાનું રહે છે કે નવા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા કેટલો સમય ટકે છે.


Tags :