Gujarat

ધંધૂકા, વિરમગામ, દેત્રોજમાં વરસાદી છાંટા પડયા

By GS Team
24 Jul 20201 min read
This article was originally published on 24 Jul 2020
ધંધૂકા, વિરમગામ, દેત્રોજમાં વરસાદી છાંટા પડયા

અમદાવાદ,તા.24 જુલાઇ 2020, શુક્રવાર

અમદાવાદ જિલ્લામાં શુક્રવારે ધંધૂકા, વિરમગામ અને દેત્રોજમાં વરસાદી છાંટા પડયા હતા. ધંધૂકા, વિરમગામમાં ૬-૬ મિ.મી. અને દેત્રોજમાં ૩ મિ.મી.વરસાદ નોંધાયો હતો.

મોડી રાત્રે વિજળીના ચમકારા થતા હતા. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વિરમગામમાં સવારે અને સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં વરસાદી છાંટા પડયા હતા. ધંધૂકામાં સાજે ૪ થી ૬ માં વરસાદ પડયો હતો. જ્યારે દેત્રોજમાં સાંજે ૬ થી ૮ માં વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં ખેડૂતો હાલમાં વરસાદની રાહ જોઇ રહ્યા છે. ખરીફ વાવેતર અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.