ધોળકા તાલુકાના ગણપતિપુરામાં શિવપુરાણ કથામાં ભક્તો ઉમટયા
- ૨૧ કુંડી મહાયજ્ઞા અને શિવ પુરાણ કથાનું આયોજન : ૧૧મી સુધી કાર્યક્રમો યોજાશે
બગોદરા : અમદાવાદ જીલ્લાના ધોળકાના ગણપતીપુરા ખાતે ગણપતી મંદિરના પટાંગણમાં કોરોના મહામારી નિવારણ હેતુથી શ્રી શિવશક્તિ કામધેનું ૨૧ કુંડીયા મહાયજ્ઞા તથા શ્રી શીવ મહાપુરાણનું આગામી તા. ૧૧-૦૩-૨૦૨૧ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજે લોકકલાકાર જીગ્નેશ કવિરાજ રાત્રે ઉપસ્થિત શહેરે અને ડાયરાની રમઝટ બોલાવશે જ્યારે આ મહાયજ્ઞામાં શ્રી ૧૦૦૮ નર્મદાનંદજી બાપજી (એમ.પી.) દ્વારા ૨૧ કુંડીય યજ્ઞામાં વિદવાન, પંડીતો દ્વારા શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દિવ્ય હવનમાં આહુતીઓ આપવામાં આવી હતી અને પ્રદુષણ માપવાના યુત્ર વડે ચકાસણી કરતાં ૧૦૦% પ્રદુષણ મુક્ત વાતાવરણ યંત્ર દ્વારા બતાવવામાં આવ્યું હતું તો બીજી બાજુ રોજ રાત્રે ભવ્ય લોકડાયરા સંતવાણીની રમઝટ પણ હોય છે જેમાં મયુર દવે, રાજભા ગઢવી, સાઈરામ દવે, જીગ્નેશ બારોટ, હાર્દિક પંડયા, મહાદેવભાઈ આહીર સંતવાણી ડાયરામાં ધુમ મચાવશે આ આયોજનને સફળ બનાવવા ભારત સરકારના એવમ ગુજરાત સરકારના પદાધીકારી એનીમલ વેલ્ફેર બોર્ડ એન્ડ વિજીલન્સ ઓફીસર, દિલીપભાઈ શાહ, લાલાભાઈ, ચેતનબાપુ, નીરૂભા ચૌહાણ, અજયસિંહ ચૌહાણ, સુરેશભાઈ અધ્યારૂ, કોઠ, ગણપતી પુરા સહિત ગામના યુવાનો, મહિલાઓ, આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.