Get The App

દારૃના કેસમાં સામેલ બે આરોપીની પાસા હેઠળ અટકાયત

વાહન ચોરી, અછોડા તોડવાના ગુનાના આરોપીઓને પણ પાસામાં ધકેલાયા

Updated: Jul 21st, 2024

GS TEAM


Google News
Google News
દારૃના કેસમાં સામેલ બે આરોપીની પાસા હેઠળ અટકાયત 1 - image

વડોદરા,દારૃ, વાહન ચોરી, અછોડા તોડવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની  પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરેન્દ્રસિંગ ખંગારસિંગ રાવત ( રહે. સ્વરૃપા, બાગમાલ ગામ, તા. ટોડગઢ, જિ. બ્યાવર, રાજસ્થાન)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.  દારૃના ગુનામાં પકડાયેલા આરોપી નરેશ રાવજીભાઇ પરમાર ( રહે. ગજ ગણેશ સોસાયટી, વાઘોડિયા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા ખાતે રહેતા અને વાહન ચોરીના ગુનામાં પકડાયેલા  આરોપી મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલની પાસા હેઠળ અટકાયત કરી  ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.અછોડા તોડવાના ત્રણ  ગુનામાં સંડોવાયેલા આરોપી સન્નીસિંગ રાજેશસિંગ  ટાંક ( રહે.વંથલી, જૂનાગઢ)ની પાસા  હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.વિદેશી દારૃના કેસમાં પકડાયેલા આરોપી અમીત મુકેશભાઇ દરજી (રહે. ચામુંડા નગર, સયાજી  પાર્ક, આજવા રોડ મૂળ રહે. આણંદ)ની  પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો  છે.

Tags :