મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત

આરોપી સામે અન્ય એક મારામારીનો કેસ પણ નોંધાયો હતો

વડોદરા,ગરબામાં થયેલી તકરારમાં મર્ડર કરનાર આરોપીની માંજલપુર  પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો છે.

માંજલપુર જી.આઇ.ડી.સી.માં વિહળ નગરમાં રહેતા રીક્ષા ડ્રાઇવર અરવિંદભાઇ ભીખાભાઇ કહારનો પુત્ર ધર્મેશ ગત તા.૨૫ -૦૨-૨૦૨૧ ના રોજ મિત્ર જય મહેન્દ્રભાઇ પરમાર સાથે કોતર તલાવડી શ્રી ત્રિવેણી સંગમ સ્કૂલ પાસે લગ્ન પ્રસંગમાં ગયો હતો.રાતે સાડા અગિયાર વાગ્યે લગ્ન પ્રસંગે  ચાલતા ગરબામાં એક નાના છોકરાનો  પગ ધર્મેશ પર પડતા  ધર્મેશે તે છોકરાને  પગ હટાવી લેવા માટે  કહ્યું હતું .પરંતુ,૧૦ વર્ષનો  છોકરો ગાળ બોલ્યો હતો.જેથી,ધર્મેશે તેને ઠપકો આપતા છોકરો જતો રહ્યો હતો.અને પોતાના સંબંધીઓને બોલાવી લાવ્યો હતો.ગણેશ વારકે,રવિ વારકે અને રાહુલ વારકેએ ભેગા મળીને ધર્મેશ પર  હુમલો કરી ગંભીર ઇજા  પહોંચાડી હતી.જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જ્યારે અન્ય એક બનાવમાં રાજ ગણેશભાઇ વારકે તથા રવિ વારકેએ ગરબામાં રમવા બાબતે નાના બાળકો વચ્ચે થયેલી તકરારમાં વચ્ચે પડીને વિરેન્દ્ર રામશંકર કુસ્વાહા (રહે.મેલડી નગર,કોતર તલાવડી,માંજલપુર)ને ઇજાઓ પહોંચાડી હતી.

આ ગુનામાં સંડોવાયેલા આરોપી રાજ ગણેશભાઇ વારકેની માંજલપુર પી.આઇ.એચ.આઇ.ભાટીએ પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો છે.


City News

Sports

RECENT NEWS