For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા: ડે.મ્યુનિ.કમિશનર અર્પિત સાગરનું સફાઈ અંગે નાઈટ પેટ્રોલિંગ, પશ્ચિમ ઝોનમાં 10 ટીમો બનાવી

Updated: Jun 6th, 2023

Article Content Image

                                                           Image Source: Wikipedia

વડોદરા, તા. 06 જૂન 2023 મંગળવાર

વડોદરા શહેરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સૂચના હેઠળ પશ્ચિમ ઝોનમાં કર્મચારીઓએ નાઇટ પેટ્રોલિંગ સાથે વોચ ગોઠવી જાહેરમાં કચરો ફેકનાર 36 લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી રૂ. 8 હજારના દંડની વસૂલાત કરવામાં આવી છે. હવે વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દર અઠવાડિયે આ પ્રકારે સફાઈ માટે ડ્રાઇવ રાખશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરના નિર્દેશ હેઠળ ગંદકી કરનાર બેદરકારો સામે ડ્રાઇવ થકી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ટીમમાં ચાર કર્મચારીઓ તેવી બે બે ટીમ વૉર્ડ દીઠ કાર્યરત રહી હતી .અને પશ્ચિમ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 8 ,9 ,10 , 11 અને 12માં સમાવિષ્ટ વડીવાડી, સુભાનપુરા, ગોત્રી, વુડા, સમતા, અકોટા સહિતના વિસ્તારોમાં મુખ્ય સ્પોટ ઉપર વોચ ગોઠવી ગંદકી કરનાર 36 લોકો પાસેથી રૂ. 8 હજારના દંડની વસૂલાત કરતા અન્ય બેદરકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અત્રે નોંધનીય છે કે, હવે કોર્પોરેશન દર અઠવાડિયે આ પ્રકારની ઝુંબેશ હાથ ધરી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે બેદરકારોને શોધી શોધી દંડાત્મક કાર્યવાહી કરશે.

Gujarat