પૂર્વ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર ફરી વળતા કેમિકલયુકત પાણીથી રહીશો ત્રાહીમામ
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કાર્યવાહીની માંગણી
અમદાવાદ,શુક્રવાર,29 ઓકટોબર,2021
પૂર્વ ઝોનમાં આવેલા રામોલ ખાતે આવેલી શાહઆલમ રેસીડેન્સી તથા
મુખી રેસીડેન્સી સહિત આસપાસના વિસ્તારોમાં જાહેર રોડ ઉપર કેમિકલયુકત પાણી વહેતા થઈ
રહ્યા છે.આ પાણી ગટરો સુધી પહોંચતા રહીશોના ઘરોમાં ગટરના પાણી બેક મારી રહ્યા
છે.એક તરફ જાહેર રસ્તા ઉપર છોડવામાં આવતા કેમિકલયુકત પાણી અને બીજી તરફ લોકોના ઘરોમાં
બેક મારતા ગટરના પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ બની ગયા છે.આ પ્રકારે છોડવામાં
આવતા કેમિકલયુકત પાણીને તાકીદે બંધ કરાવવા સ્થાનિકો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ
સમક્ષ રજુઆત કરવામાં આવી છે.