અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022
સ્માર્ટસિટીની દુહાઈ લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રના
અધિકારીઓ અને સત્તાધીશોની નજર સામે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
વેબસાઈટ ઉપર સર્વર ડાઉનની સમસ્યાના કારણે ઓનલાઈન પ્રોપર્ટીટેકસ ભરવા માંગતા શહેરીજનોને
ખુબ મુશ્કેલી પડી રહી છે.ટેકસની આવકમાં ઘટાડો થયો હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા
મળે છે.આ ઉપરાંત હોલ બુકીંગ કરાવવા માંગતા શહેરીજનો તથા ફાયર એન.ઓ.સી.સહિતની મ્યુનિ.ની
અન્ય સેવાઓનો ઓનલાઈન ઉપયોગ કરવાવાળા નાગરિકો મ્યુનિ.વેબસાઈટ ઉપર સર્વર ડાઉનના મેસેજને
કારણે ઓનલાઈન કામગીરી કરી શકતા નથી.આ અંગે સંબંધિત એજન્સી અને ઈ-ગવર્નન્સના અધિકારીઓ
સામે કાર્યવાહી કરવા નાગરિકો દ્વારા માંગ કરાઈ છે.


