વડોદરાની દિપક નાઈટ્રેટ કંપનીમાં ફરી એકવાર ધડાકા સાથે આગ
વડોદરા,તા.07 ફેબ્રુઆરી 2023,મંગળવાર
વડોદરાની દીપક નાઈટ્રેટ કંપનીમાં ફરી એકવાર આગનો બનાવ બનતા આસપાસના ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
થોડા સમય પહેલા દીપક નાઈટ્રેટ કંપનીમાં પ્રચંડ આગ લાગતા આગને કાબુમાં લેતા નાકે દમ આવી ગયો હતો. આ બનાવમાં નંદેસરી પોલીસે ગુનો પણ નોંધ્યો હતો.
ગઈકાલે મધરાતે ફરી એકવાર દિપક નાઈટ્રેટ કંપનીમાં આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈને જાનહાની થઈ હોવાનો અહેવાલ નથી. આ દરમિયાન બ્લાસ્ટ પણ થતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
નજીકમાં જ નંદેસરી ફાયર બ્રિગેડ આવેલું હોવાથી ત્યાંના ફાયર ફાઈટરો સાથે ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને લગભગ દોઢથી બે કલાકની જેમત બાદ આગ કાબુમાં લીધી હતી. નંદેશરી પોલીસ પણ બનાવના સ્થળે દોડી આવી હતી.