લાંભાનું બળિયાદેવ મંદિર આજથી ફરી બંધ કરવા નિર્ણય
- દક્ષિણમાં કોરોનાના કેસ વધ્યા
- લાંભા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાના 232 કેસ, વધતું સંક્રમણ
અમદાવાદ, તા. 15 જૂન 2020, સોમવાર
શહેરના દક્ષિણઝોનમાં આવેલા વિસ્તારોમાં ફરી એક વખત કોરોનાના કેસની સંખ્યા વધતા મંગળવાર 16 જુનથી લાંભામાં આવેલા બળીયાદેવ મંદિરને દર્શન માટે બંધ કરવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવ્યો છે.ફરીથી મંદિર ખોલવા માટે પરિસ્થિતિ અને અનુકુળતા જોવાશે એમ પણ કહેવામાં આવ્યું છે.
મળતી માહીતી પ્રમાણે,દક્ષિણઝોનમાં આવેલા લાંભાના બળીયાદેવ મંદિરમાં અમદાવાદ શહેર,ગ્રામ્ય વિસ્તાર સહીતના લોકો દર્શન કરવા અને માનતા પુરી કરવા પહોંચતા હોય છે.અમદાવાદ શહેરમાં માર્ચ મહીનામાં કોરોનાના કેસ નોંધાવાના શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં 232 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઉપરાંત રોજના અંદાજે આઠથી નવા કેસ લાંભા વોર્ડમાંથી મળી રહે છે.આ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે.આ પરિસ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા 16 જુનથી બળીયાદેવ મંદિર ફરી એકવાર લોકોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હોવાની મંદિર ટ્રસ્ટ તરફથી જાહેરાત કરાઈ છે.ફરી મંદિર જે સમયે પરિસ્થિતિ બધી રીતે સાનૂકુળ હશે એ સમયે વિચારણા કરીને લેવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે.