વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી ત્રણ વર્ષની બાળકી,પંચમહાલના શહેરાના ૮૪ વર્ષના વૃદ્ધ તથા હરણીરોડના ૭૫ વર્ષના વૃદ્ધના મોત થયા છે.જ્યારે સયાજીમાં સારવાર લેતા ૩૫ વર્ષના યુવાનનું મોત થયું છે.આ સાથે અત્યારસુધી કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૩૬ થઇ ગઇ છે.જ્યારે અગાઉ મૃત્યુ પામેલા દર્દીઓની સારવારના રિપોર્ટના અભ્યાસ બાદ ડેથ ઓડિટ કમિટી દ્વારા વધુ બે દર્દીઓના કોરોનાથી મોત થયાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.
સુભાનપુરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીની તબિયત બગડતા તેના માતા પિતા રાતે દોઢ વાગ્યે બાળકીને લઇને ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા હતા.અને સવારે તેનું મોત થયું હતું.બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બાળકીને નાનપણથી એનિમિયાની બીમારી હતી.આ ઉપરાંત તે કુપોષિત હતી.ગઇકાલે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે તેને ઝાડા અને તાવ પણ હતા.પરંતુ,કોરોનાની સારવાર લેતા ત્રણ વર્ષના બાળકના મોતનો આ પહેલો કિસ્સો છે.
આ ઉપરાંત પંચમહાલના શહેરામાં રહેતા ૮૪ વર્ષના વૃદ્ધ,હરણી રોડ પર રહેતા ૭૫ વર્ષના વૃદ્ધા પણ કોરોનાની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ હતા.તે બંનેના પણ મોત થયા છે.સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા બાપોદ વિસ્તારના ૩૫ વર્ષના યુવાનનું આજે મોત થયું


