વડોદરામાં ભાયલી પાસે રોડ નજીક અજાણી યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળતા ચકચાર
image : Twitter
- યુવતીની હત્યા કરવામાં આવી છે કે આકસ્મિક મોત છે તે અંગે પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા નજીક આવેલા ભાયલી ગામ પાસે સન લોકાસ રેસીડેન્સી પાસે એક અજાણી 20 વર્ષની યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. લક્ષ્મીપુરા ગામમાં રહેતા ભાવેશ કેસર પરમારે યુવતીની લાશ રોડની નજીકમાં હોવાની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી યુવતી કોણ છે તેની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. યુવતીની હત્યા થઈ છે કે આકસ્મિક મોત તે અંગે ડોક્ટરના અભિપ્રાય બાદ પોલીસ નિર્ણય લઈ ગુનો દાખલ કરશે.