Get The App

ગામતળ અને ગૌચરમાંથી દબાણના ખડકલા હટાવવા ડીડીઓનો આદેશ

Updated: Dec 17th, 2021

GS TEAM


Google News
Google News
ગામતળ અને ગૌચરમાંથી દબાણના ખડકલા હટાવવા ડીડીઓનો આદેશ 1 - image


કલોલ તાલુકામાં જ ગૌચરમાં અને ગામતળની જમીન પર સૌથી વધુ સંખ્યામાં દબાણદારોઃમાણસામાં સૌથી ઓછા

ગાંધીનગર, : ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાં ગૌચર અને ગામતળની જમીનો પર વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણો ખસેડવા સંબંધમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. સરકારી જમીનો પર જે દબાણો ખડકાયા છે, તેમાં ખેતી વિષયક, રહેણાંક હેતુના અને વ્યવસાયિક હેતુના દબાણોનો સમાવેશ થાય છે. સતાવાર સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગૌચરની જમીન પર સૌથી વધુ દબાણ કલોલ તાલુકામાં શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે ગામતળની જમીન પર સૌથી વધુ દબાણના કિસ્સા દહેગામ તાલુકામાં મળી આવ્યા છે. ગેરકાયદે જમીનો દબાવી લેવાયાના કારણે વિકાસ કામો પર રોક લાગવા સાથે સરકારી જમીન વિવિદમાં ફસાઇ છે અને ઘણા કિસ્સામાં સરકારી આવક પણ બંધ થઇ ગઇ છે.

ગાંધીનગર જિલ્લામાં ગૌચરની જમીન પર ૩૮૨ દબાણકારો દ્વારા જમીન દબાવવામાં આવી છે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૨૬ ગામમાં મળીને ૧૪૯ દબાણદારો દ્વારા ૯૩.૮૦.૮૯ હેક્ટર જમીન દબાવા છે. જ્યારે દહેગામ તાલુકાના ૩ ગામડામાં મળીને ૨૧ દબાણદારો દ્વારા ૦.૫૮.૦૦ હેક્ટર પર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. માણસા તાલુકામાં ૬ ગામડામાં ૧૯ દબાણદારો દ્વારા ૦૦૧.૨૮.૨૬ હેક્ટર વિસ્તારમાં જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. તો કલોલ તાલુકામાં ૧૯૪ દબાણદારો દ્વારા ૨૧.૭૬.૬૮ હેક્ટર વિસ્તાર જેટલી જમીન પચાવી પાડવામાં આવી છે. બીજી બાજુ ગામતળની જમીન પર ૬૮૭ દાબણકારો દ્વારા અડ્ડો જમાવી દેવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૧૨ ગામડામાં જમીન પર દબાણ થયાં છે. કુલ ૧૪ દબાણદારો દ્વારા ૦૩.૩૩.૦૧ હેક્ટર જમીન પર કબ્જો જમીવી દેવામાં આવ્યો છે. દહેગામ તાલુકામાં ૮ ગામડાઓમાં ૨૬૭ દબાણદારોએ ગામતળની જમીન પર ૧.૩૬.૭૮ હેક્ટર વિસ્તારમાં પડાવ નાખ્યા છે. માણસા તાલુકામાં ૧૦ ગામડામાં ૯ દબાણદારોએ ૦૦.૭૬.૧૫ હેક્ટર જેટલા જમીન વિસ્તારમાં ગામતળની જમીન પર દબાણ ખડકી દીધા છે. જિલ્લા તંત્રના સુત્રોના જણાવવા પ્રમાણે કલોલ તાલુકામાં ૯ ગામડાના વિસ્તારમાં ૩૯૭ દબાણદારો શોધી કાઢવામાં આવ્યા છે. તેઓ દ્વારા ૨૧.૭૬ ૬૮ હેક્ટર જમીન વિસ્તારમાં દબાણ કર્યાં છે.

Tags :