અત્યાચારની ફરિયાદ નોંધાવનાર પુત્રવધૂના વિધર્મી સાથે સંબંધો
યુવકના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર થયેલી વાતચીતના પુરાવા પોલીસને આપ્યા
વડોદરા,પોલેન્ડમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવનાર તેની પત્ની સામે આક્ષેપ કરતી અરજી યુવકના પરિવારજનોએ વારસિયા પોલીસ સ્ટેશનમાં કરી છે.
પોલેન્ડમાં રહેતા ધવલ સાથે આઠ મહિના પહેલાં લગ્ન કરનાર યુવતીએ હરણી પોલીસ સ્ટેશનમાં અત્યાચારની ફરિયાદ કરી હતી.જે સંદર્ભે ધવલના પિતાએ જણાવ્યું છે કે, અમે પુત્રવધૂ સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં આક્ષેપ કર્યા છે કે, મારી પુત્રવધૂને એક વિધર્મી સાથે સંબંધ હતો. જેનો ભાંડો ફૂટતા તેણે લેખિતમાં માફી પણ લખી આપી હતી. જેથી, અમે તેને માફ કરી હતી. પરંતુ, ત્યારબાદ પણ તેને વિધર્મી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. જેના પુરાવા પણ અમે તેના પિયરવાળાને આપ્યા હતા. મહિલાઓ માટેના કાયદાનો દુરૃપયોગ કરીને ખોટી ફરિયાદ કરી છે. યુવકના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર પુત્રવધૂએ વિધર્મી સાથે કરેલી વાતચીતના પુરાવા પણ પોલીસને આપ્યા છે.