વડોદરા,તા,11,જાન્યુઆરી,2020,શનિવાર
''તમારા પેટીએમનું કે.વાય.સી. પૂરૃ થઇ ગયુ છે જે રિન્યૂ કરવા વિનંતી છે'' તેઓ મેસેજ કરીને નાગરિકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો ભોગ બનનાર બે વ્યક્તિઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મકરપુરા રોડ રામબાગ સોસાયટીમાં રહેતા સંતરારમ લછુરામ અરોરા (ઉ.વ.૭૦), નિવૃત જીવન ગુજારે છે. ગત ૧૯-૧૨-૨૦૧૮ના રોજ તેમના મોબાઇલ ફોન પર મેસેજ આવ્યો હતો કે તમારા પેટીએમનું કે.વાય.સી. પુરૃ થઇ ગયુ છે જે રિન્યૂ કરાવવા વિનંતી છે. પરંતુ તેના પર સંતરારમે ધ્યાન આપ્યુ ન હતું. બીજા દિવસે એક અજાણ્યા નંબર પરથી તેમના મોબાઇલ ફોન પર કોલ આવ્યો હતો અને કેવાયસીની વાત કરી હતી. ઠગના કહેવા મુજબ સંતરામે પેટીએમ ઓપન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઓપન થયુ ન હતું. જેજથી સંતરામે ફરગેટ પાસવર્ડ કરી પાસવર્ડ ચેન્જ કર્યો હતો. પરંતુ કોઇ ઓટીપી આવ્યો ન હતો. ત્યારબાદ ઠગની વાતોમાં આવી ટીમ વ્યૂ એપ્લીકેશન ડાઉનલોડ કરી ૧ રૃપિયાનું પેમેન્ટ કરવા માટે ક્રેડીટકાર્ડનો નંબર નાંખ્યો હતો. બીજી તરફ ગઠિયાએ ટીમ વ્યૂ ે એપ્લીકેશનના કારણે ઓ.ટી.પી. જાણી લઇ એમેઝોનમાંથી ૩૯ હજાર રૃપિયાની ખરીદી કરી હતી. ખરીદીનો મેસેજ આવતા જ સંતરામે મોબાઇલ ફોન કટ કરી દીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક કિસ્સામાં પેટીએમ એપ્લીકેશનનું કે.વાય.સી. બંધ થઇ ગયું હોવાનું જણાવી ભેજાબાજે માણેજા ક્રોસીંગ પાસે વૃંદાવન ડુપ્લેક્ષમાં રહેતા મિતેશ ભીખાભાઇ શાહને કોલ કરી વાતોમાં ભોળવી ક્વિક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી ૧૦ રૃપિયાનું પેમેન્ટ કરવાનું કહ્યુ હતું જેથી એન્જિનિયરે યુ.પી.આઇ. બેન્ક સિસ્ટમની પેમેન્ટ કર્યુ હતું. જેના ટ્રાન્જેકશન આઇડીનો પાસવર્ડ જાણીને આરોપીઓ એન્જિનિયરના એકાઉન્ટમાંથી ૧.૪૯ લાખ રૃપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દદીધા હતા. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.


